ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઉંચો લઈ જઈ શકે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

|

Mar 13, 2022 | 10:55 PM

ગુજરાતના મુખ્યમંત્રીએ આ અવસરે બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમથી વિચારશે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઉંચો લઈ જઈ શકે : સીએમ ભૂપેન્દ્ર પટેલ
Gujarat CM Bhupendra Patel (File photo)

Follow us on

અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  જણાવ્યું હતું કે , સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના સપનું સાકાર કરવામાં સહયોગ આપી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્ર(Real Estate )  એ હેપીનેસ ઈન્ડેક્સ(Happiness Index)  વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ તકે મુખ્યમંત્રીએ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમની પડતર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતોને તે અંગેનું મોડલ પૂરું પાડી શકે. તેમણે પ્રાકૃતિક કૃષિ ની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન વેગવાન બન્યું છે ત્યારે આપણે સૌ તે મહાયજ્ઞમાં જોડાઈ સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.મુખ્યમંત્રીએ આ અવસરે બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમથી વિચારશે તેમ પણ જણાવ્યું હતું.

ઓછું બોલવું અને કામ વધુ કરવું  એ આ સરકારની વિશેષતા

આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કહ્યું કે “ઓછું બોલવું અને કામ વધુ કરવું ” એ આ સરકારની વિશેષતા છે. તેમણે આ તબક્કે રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એ આ અવસરે ગાયહેડના પદાધિકારીઓ અને સભ્યોને કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો.

રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે સીએમ ભુપેન્દ્ર પટેલ નેતૃત્વમાં રાજ્ય સરકાર મક્કમ રીતે આગળ વધી રહી છે .તેમણે વધુમાં જણાવ્યું હતું, કે ભુપેન્દ્રભાઈ ની સાથે કામ કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ તે ગૌરવની લાગણી અનુભવે છે.આ પ્રસંગે ક્રેડાઇ -ગાયહેડના પ્રમુખ તેજસ જોશી, જક્ષય શાહ અને શેખર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ પણ વાંચો : ગુજરાત યૂથ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કર્યો

આ પણ વાંચો : Ahmedabad: ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં

 

Published On - 9:59 pm, Sun, 13 March 22

Next Article