ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

|

Sep 05, 2021 | 6:11 PM

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે 7 સપ્ટેમ્બરથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. જયારે હવામાન વિભાગે 7 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આગામી 7 તારીખથી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે 7 સપ્ટેમ્બરથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. જયારે હવામાન વિભાગે 7 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

જેમાં શનિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ની આગાહી છે. જો કે રાજયના છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદને પગલે વરસાદની ઘટ ૮ ટકા ઓછી થઈ છે. તેમજ હજુ પણ રાજ્યના ૪૧ ટકા વરસાદની ઘટ છે.

ગુજરાતમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં માણાવદર, વંથલી અને ધાનેરામાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 49.62 ટકા વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડીસેમ્બર માસથી દોડશે ઇલેક્ટ્રિક બસો

આ પણ વાંચો : Surat: ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુમુલ ડેરી રોડ અને અશ્વિનીકુમાર રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા સૂચન

Published On - 11:21 pm, Sat, 4 September 21

Next Video