ગુજરાતમાં(Gujarat) પતિએ પત્ની સાથે બદલો લેવા સોશિયલ મીડિયા(Social Media) પર પત્નીને બદનામ કરવાનો કારસો રચ્યો.પતિએ પત્નીનું ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી બીભત્સ કોમેન્ટ અને મેસેજો કરી પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.જો કે પત્નીને જાણ થતાં સાયબર ક્રાઇમ(Cyber Crime) બ્રાંચમાં ફરિયાદ નોંધાવી પતિની ધરપકડ કરવામાં આવી. જેમાં આ ઘટનામાં ધરપકડ કરાયેલા વ્યકિત મૂળ અમરેલીનો છે અને તેની પોલીસે જેતપુરથી ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં આવેલા સાગર સાવલિયાએ પત્નીને બદનામ કરવા સોસીયલ મીડિયા પર બીભત્સ લખાણ લખી હેરાનગતી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.આરોપી સાગરે વર્ષ 2021માં લગ્ન કર્યા એક મહિના પત્ની સાથે રહ્યો અને બન્ને વચ્ચે મનમેળ ન બેસતા છૂટાછેડા લેવાની પત્નીએ માંગણી કરી હતી.બસ છુટા થવાની વાતને લઈ સાગરે પત્નીનું ફેસબુક એકાઉન્ટ પાસવર્ડ બદલી પત્નીના મિત્રોને બીભત્સ મેસેજો કર્યા..બાદમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રોને બીભત્સ કોમેન્ટ અને મેસેજ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પકડાયેલ આરોપી સાગર સાવલિયાએ પત્નીને બદનામ કરવાં આ બીભત્સ કોમેન્ટ કરી હોવાનું કબૂલાત કર્યું છે..પરતું પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં છૂટાછેડા લેવા પત્ની કહેતા ગુસ્સે થઈ આરોપી સાગરે આ લખાણ લખ્યું હોવાનું કહી રહ્યો છે…આરોપી સાગરે પત્નીના ફેસબુક અને ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પાસવર્સ બદલી એક વખત જ ખોલી અલગ અલગ પાંચ લોકોને બીભત્સ મેસેજ કર્યા છે..જે બાદ પત્ની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી…
આરોપી સાગર જેતપુર ટેક્ષટાઇલ ડિઝાઈનર તરીકે નોકરી કરે છે..સાયબર ક્રાઇમ બ્રાંચે સાગર ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ ફેક એકાઉન્ટ બનાવી પત્ની બદનામ નથી કરી જે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, મૃત્યુઆંકમાં વધારો, નવા 6679 કેસ 35 લોકોના મૃત્યુ
Published On - 8:28 pm, Mon, 31 January 22