Gujarat હાઇકોર્ટનો જીપીએસસીને આદેશ, અનામત કેટેગરીની મહિલાઓને પાસિંગ માર્કસ મુજબ પોસ્ટ આપો

|

Aug 09, 2021 | 5:27 PM

ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે અનામત કક્ષામાં આવતા મેરીટ વાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં.

ગુજરાત(Gujarat)હાઈકોર્ટે વર્ષ 2019માં લેવાયેલી જી.પી.એસ.સી.(GPSC)પરીક્ષાના વિવાદમાં અનામત(Reservation) કેટેગરીમાં આવતી મહિલાને તેના પાસિંગ માર્ક્સ મુજબ પોસ્ટ મળે એવો આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે અનામત કક્ષામાં આવતા મેરીટ વાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં.

હાઇકોર્ટે GPSCને હુકમ કર્યો છે કે એસ.સી. કેટેગરીમાં આવતી મહિલા માટે 2 અઠવડિયામાં ડીવાયએસપીની પોસ્ટ માટે ભલામણ કરો.હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે મહિલાને 90 દિવસમાં ડીવાયએસપીની એપોઇન્ટમેન્ટ આપો. તેમજ જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીની મહિલાને ડીવાયએસપીની પોસ્ટ આપી છે એ બેનિફિટ પણ આપવામાં આવે.

આ પણ વાંચો : Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 

આ પણ વાંચો : રાહુલ ગાંધી બાદ ટ્વિટરે કોંગ્રેસની ડિજિટલ ચેનલ ‘INC TV’ ના એકાઉન્ટને કર્યું લોક

Published On - 5:25 pm, Mon, 9 August 21

Next Video