AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત

Gujarat High Court : રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને પાસા કરવા મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા પોલીસ દ્વારા હાઇકોર્ટના આદેશ છતાંય પાસાનો નિર્ણય લેવાતાં હાઇકોર્ટ નારાજ થઇ છે.

AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત
Gujarat High Court expresses displeasure over PASA's action in Remedivir injection cases
| Edited By: | Updated on: Aug 10, 2021 | 6:21 AM

AHMEDABAD :  રેમડેસીવીર ઇન્જેક્શનના મામલે પાસાની કાર્યવાહી મામલે ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું હવે જરૂરી થઈ ગયું છે કે રાજ્ય સ્તરે એક સમાન નીતિ હોવી જોઈએ, જેથી આવા કેસોમાં યોગ્ય રીતે નિર્ણય થઈ શકે.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે આગલી સુનાવણીમાં જવાબ સાથે હાજર રહેવું. 9 ઓગષ્ટે થયેલી પાસા અંગે થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે અરજદારને બીજી સુનાવણી સુધી રક્ષણ આપ્યું છે, આ અંગે
વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને પાસા કરવા મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા પોલીસ દ્વારા હાઇકોર્ટના આદેશ છતાંય પાસાનો નિર્ણય લેવાતાં હાઇકોર્ટ નારાજ થઇ છે. હાઇકોર્ટે રેમડેસીવીર ઇન્જેક્શન અંગે થયેલી ફરિયાદ ઉપર પણ પ્રશ્નાર્થ કર્યો..

હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.. લોકોનું ધ્યાન ભટકાવવા માટે શું આ કાર્યવાહી થઈ રહી છે..? હાઇકોર્ટે વારંવાર સુરતમાં 5000 ઇન્જેક્શનના ડીસ્ટ્રીબ્યુશન અંગે પણ ઉલ્લેખ કર્યો. હાઇકોર્ટે કહ્યું, જો વ્યવસ્થિત આયોજન ગોઠવાયું હોત તો આ પ્રકારની અવ્યવસ્થા જ ઉભી ન થઈ હોત.ખોટી રીતે ઇન્જેક્શનની લેવડ દેવડ થાય એ ખોટું જ છે, એ ચલાવી લેવાય નહીં.

હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની પહેલી લહેર સમયે અચાનક લોકડાઉન થતા, કેટલાય મજૂરો જે પોતાના ઘરે જવા નીકળ્યા અને એમના ઉપર કેસો થયા, હવે આ મજૂરોને ગુનેગાર ગણવા કે પીડિત, કારણ કે એમની બેલ એપ્લિલેશન હાઇકોર્ટ સમક્ષ આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad : ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થવા મામલે વાલીમંડળે શિક્ષણ વિભાગને રજુઆત કરી

આ પણ વાંચો :કણભામાં ફરી એકવાર દારૂનું ગોડાઉન ઝડપાયુ, 78 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ

Published On - 6:19 am, Tue, 10 August 21