Gujarat High Court: નિવૃત્ત અધ્યાપકો માટે મોટા સમાચાર, સાતમા પગારપંચના લાભ અંગેનો નિર્ણય ઝડપી લેવા સરકારને આદેશ

|

Jul 07, 2021 | 9:39 PM

નિવૃત અધ્યાપકોને હાલ છઠ્ઠા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. આ અંગેની એક ફાઈલ પેન્ડિંગ હોવાથી સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત થઈ હતી.

હવે ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના નિવૃત્ત અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ મળશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાતમા પગારપંચનો લાભ આપવા અંગે ઝડપથી નિર્ણય લેવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ અંગે 2 ઓગસ્ટ સુધીમાં જરૂરી નિર્ણય હાઈકોર્ટને જાણ કરવા આદેશ કરાયો છે.

નિવૃત અધ્યાપકોને હાલ છઠ્ઠા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. આ અંગેની એક ફાઈલ પેન્ડિંગ હોવાથી સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત થઈ હતી. જે બાદ હાઈકોર્ટની ખંડપીઠે સરકારને ઝડપથી નિર્ણય લેવા આદેશ આપ્યા છે.

 

આ પણ વાંચો: Gandhinagar: કલોલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, શહેરના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

 

આ પણ વાંચો: Gandhinagar: કલોલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, શહેરના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

Published On - 3:48 pm, Wed, 7 July 21

Next Video