મંજૂરી વગર વૃક્ષો કેમ કાપ્યા ? : વેરાવળમાં 1200 વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

|

Nov 23, 2021 | 5:23 PM

અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે આ જગ્યા પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 1200 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતા.

AHMEDABAD : વેરાવળ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં 1200 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા, જે મામલે હાઈકોર્ટે સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ટકોર કરી હતી. 2008માં ઉછેરેલા વૃક્ષોના નિકંદન પર હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી જમા ચીફ જસ્ટિસે વેધક સવાલો પૂછ્યા હતા. ચીફ જસ્ટિસે પૂછ્યું પરવાનગી સિવાય વૃક્ષો કાપ્યા કેમ ? વૃક્ષો ન હોય તો ઓક્સિજન ક્યાંથી મેળવશો?

ઉલ્લેખનીય છે કે વેરાવળ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ 1200 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતા જેના વિરુદ્ધ એક અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જો કે હાઈકોર્ટે શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવાની તમામ પ્રક્રિયા પર સ્ટે મુક્યો છે.

વર્ષ 2008માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વેરાવળમાં આવેલા આ વિસ્તારને નંદનવન ફોરેસ્ટ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો. આ ફોરેસ્ટ વિસ્તાર પર જ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટેનો પ્રસ્તાવ હતો. અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે આ જગ્યા પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 1200 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરે તેવી શકયતા

આ પણ વાંચો : 1 કરોડ 29 લાખની છેતરપિંડી : વડોદરામાં IIFL ફાયનાન્સ કંપનીની તમામ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ

Next Video