AHMEDABAD : વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી, હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો
Gujarat HC pulls up woman for raising objection in ex-daughter-in-law's job application

AHMEDABAD : વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી, હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:23 AM

Gujarat High Court : વકીલને પણ ટકોર કરતા કોર્ટે કહયું કે નવાઈ એ વાતની છે કે અરજદારને આવી અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.

AHMEDABAD : સાસુ વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે, પરંતુ હાઇકોર્ટે અરજદાર સાસુની આકરી ઝાટકણી કાઢી 10 હજારનો દંડ કર્યો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાંય પુત્રવધુએ પોતાને સરકારી નોકરી માટે કુંવારી બતાવતા સાસુ દ્વારા અરજી કરાઈ હતી, જોકે કોર્ટે આકરું વલણ દાખવતા કહ્યું કે આ પ્રકારની અરજી આ પહેલાં જોઈ કે સાંભળી નથી.. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારની અરજી કરીને કોર્ટનો સમય બગાડવો ન જોઈએ. વકીલને પણ ટકોર કરતા કોર્ટે કહયું કે નવાઈ એ વાતની છે કે અરજદારને આવી અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. વકીલ તરફથી કહેવામાં આવ્યું કે પુત્રવધુએ 2015 માં છુટાછેડા માટે અરજી કરી છે.

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે ધોરણ 10ના ગણિતના માર્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધ્યાને લેવાની અરજી ફગાવી, ધોરણ 12ના પરિણામનો માર્ગ મોકળો

આ પણ વાંચો : Ahmedabad: ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે તવાઈ, 154 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવાનો બાકી