ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપ કુલપતિની સત્તામાં કાપ મૂક્યો

|

Nov 09, 2021 | 8:05 PM

ગુજરાત સરકારના આ નિર્ણયથી કુલપતિને કોઇપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે.

ગુજરાત(Gujarat) સરકારે હવે તમામ યુનિવર્સિટીના(University) વાઇસ ચાન્સલર(Vice Chancellor)  અને પ્રો વાઇસ ચાન્સલર(Pro Vice Chancellor )ની સત્તા (Power) પર કાપ મૂક્યો છે. જેમાં હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ ખરડાતા રાજ્ય સરકારે વાઇસ ચાન્સલર અને પ્રો વાઇસ ચાન્સલરની સત્તામાં કાપ મૂકવાનો સરકારે નિર્ણય કરવાની ચર્ચા કરવામાં આવી છે.

જેમાં સરકારના જણાવ્યા અનુસાર સેનેટ, સિન્ડીકેટની ચૂંટણી, કોઇ મોટા નાણાંકીય ખર્ચ અથવા બજેટની જોગવાઇ તથા કાયમી કે કરાર આધારીત ભરતી પ્રક્રિયાનો નિર્ણય લેતા પહેલા રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવા સૂચના આપવામાં આવી છે. આ અંગે પત્ર દ્રારા આ સૂચના આપવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના આ નિર્ણયથી કુલપતિને કોઇપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મોટાભાગની યુનિવર્સિટીમાં અનેક પ્રકારની ગેરરીતિ થાય છે. જેમાં સૌરાષ્ટ્રની યુનિવર્સિટીનું કૌભાંડ તો માત્ર નામ પૂરતું છે આ સિવાય અનેક યુનિવર્સિટીમાં મોટી મોટી ગેરરીતિઓ થતી આવી છે.

જે તમામ બાબતો સરકારની જાણ બહાર થતી હોય એવું હાલ તો લાગતું નથી, જેની નિમણૂક ખુદ સરકાર જ કરે છે જો તે જ આવી ગેરરીતિમાં સંડોવાય ત્યારે સરકાર તેની પર કેવી રીતે કાબૂ રાખી શકશે તે મોટો પ્રશ્ન છે.

આ અંગે ભાજપના નેતા મહેશ કસવાલાએ કહ્યું સરકારે કોઇ પણ યુનિવર્સિટીમાં કોઈપણ જાતની ફરિયાદ ન રહે તે માટે નિર્ણય કર્યો છે આ કોઇ એક યુનિવર્સિટીનો માટે નથી. સરકાર પારદર્શિતા સાથે વહીવટ કરવા માંગે છે તેનું આ એક ઉદાહરણ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતો નીરસ, કિસાન સંઘે સરકારને નીતિ સુધારવા માંગ કરી

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 3 કરોડને પાર, આ જિલ્લામાં થયા સૌથી વધારે ટેસ્ટ

Published On - 7:58 pm, Tue, 9 November 21

Next Video