Gujarat માં ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ, 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

|

May 03, 2022 | 9:48 PM

અમદાવાદમાં(Ahmedabad) મંગળવારે 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં(Gujarat)  ગરમીના(Heat Wave)  પ્રમાણમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જો કે આ દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતવાસીઓને હજુ ગરમીથી રાહત નહી મળે શકે.અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. જેમાં ચાર દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી રહેશે.જેને લઈને લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે. 43 ડિગ્રીથી વધુ તાપમાન વધવાની શકયતાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે.જે માર્ગો પર વાહનોની કતારો જોવા મળતી હતી ત્યાં એકલદોકલ વાહનો નજરે પડયા હતા.

ગુજરાતમાં વધી રહેલી ગરમીને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે.ત્યારે અમદાવાદમાં પણ ગરમીને કારણે હિટ સ્ટ્રોક સહિતના કેસ વધ્યાં છે..ગરમીને કારણે એક જ સપ્તાહમાં 6 હજાર 700થી વધુ લોકો માંદા પડ્યાં છે.તો બાળકોમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે..જ્યારે એક જ સપ્તાહમાં બેભાન થવાના 1 હજાર 158 કેસ સામે આવ્યાં છે. હજી પણ ગરમીને કારણે માંદા પડવાના કેસ વધે તેવી નિષ્ણાંતો દ્વારા ચેતવણી અપાઇ છે.સિવિલ હોસ્પિટલ અને સોલો સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ ઉભા કરાયા છે.

 

Next Video