Gujarat Election: PM મોદી સપ્ટેમ્બર માસના અંતમાં ફરી આવશે ગુજરાત, સુરત, ભાવનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમ

|

Sep 13, 2022 | 11:45 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલાં મોદી સરકાર (modi govt) એક્શન મોડમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન ફરી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.

Gujarat Election: PM મોદી સપ્ટેમ્બર માસના અંતમાં ફરી આવશે ગુજરાત, સુરત, ભાવનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Image Credit source: file photo

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ અત્યાર સુધીમાં અનેક વાર ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે આ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. માહિતી મુજબ 29-30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat visit) ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમ કરશે. તો 30 સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના 2 રૂટની શરૂઆત કરાવશે.

સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર (modi govt) એક્શન મોડમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન ફરી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. વડાપ્રધાન 29 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમો કરશે. 29 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદમાં 36મી રાષ્ટ્રીય રમતોનો પ્રારંભ કરાવશે. ગુજરાત પહેલીવાર આ રમતોત્સવનું યજમાન બની રહ્યુ છે. તો 30 સપ્ટેમ્બરે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનના બે રુટની પણ તેઓ શરુઆત કરાવશે.

PM મોદી નવરાત્રિમાં જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે.

વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિમાં મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

PM નરેન્દ્ર મોદીએ કચ્છને વિકાસની ભેટ આપી

મહત્વનું છે કે,આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ કચ્છને (Kutch) વિકાસની ભેટ આપી.તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન (Smriti van) એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાખી.

Published On - 9:34 am, Sun, 11 September 22

Next Article