Gujarat : કોરોનાનો કેર ઘટયો, પાછલા 24 કલાકમાં 2.75 લાખ લોકોનું રસીકરણ કરાયું

| Edited By: | Updated on: Aug 21, 2021 | 7:40 AM

રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 2.75 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 32 હજાર 762 લોકોને રસી અપાઇ. તો સુરતમાં 29 હજાર 593 લોકોનું રસીકરણ કરાયું.

રાજ્યમાં ધીરેધીરે કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત છે. રાજ્યની 4 મનપા અને 28 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો. તો 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થયા. જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખ 15 હજાર થઇ છે. અને સાજા થવાનો દર 98.76 પર સ્થિર થયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા 186 અને વેન્ટિલેટર પર 6 દર્દીઓ છે. મહાનગરોની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદમાં 5 કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 4, વડોદરામાં 3 કેસ નોંધાયા. તો જામનગર અને જૂનાગઢમાં 2-2 કેસ નોંધાયા.

રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 2.75 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 32 હજાર 762 લોકોને રસી અપાઇ. તો સુરતમાં 29 હજાર 593 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 13 હજાર 499 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 14 હજાર 381 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 22 લાખ 69 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

રાજયમાં કોરોનાના કેસો નિયંત્રણ હેઠળ છે. પરંતુ હજુ નિષ્ણાંતો ત્રીજી લહેરની શકયતા સેવી રહ્યાં છે. ત્યારે નાગરિકોએ સ્વંય રીતે જાગૃત બની ભીડભાડથી દુર રહેવું જોઇએ. અને, કારણ વગર બહાર હરવા-ફરવાનું ટાળવું જોઇએ. અને, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ.

 

આ પણ વાંચો : Porbandar : સુદામાપુરીનો 1032મો સ્થાપના દિવસ ઉજવાયો, વિ. સં. 1045ની શ્રાવણી પુનમે શહેરની સ્થાપના થઈ હતી

આ પણ વાંચો : Afghanistan Crisis: UAE 5 હજાર અફઘાન શરણાર્થીઓને આપશે આશરો, શુક્રવાર રાત્રે કરી ઘોષણા