VIDEO : હર ઘર તિરંગા, ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું,1551 ફૂટ લાંબા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ જોડાયા

ઘાટલોડિયા વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં (Tiranga yatra) ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં.તો ભાજપના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યાં હતા.

VIDEO : હર ઘર તિરંગા, ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું,1551 ફૂટ લાંબા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ જોડાયા
Tiranga yatra
| Edited By: | Updated on: Aug 08, 2022 | 1:27 PM

અમદાવાદના (Ahmedabad)  ઘાટલોડિયામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.ઘાટલોડિયામાં 1551 ફૂટ લાંબા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શાળાના 1551 વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.ઘાટલોડિયા વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં.તો ભાજપના (BJP) સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યાં હતા.

જુઓ વીડિયો

ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવમો પ્રારંભ

ગુજરાતમાં(Gujarat) આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) દરમ્યાન ભાજપ(BJP) દ્વારા અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપે બનાસકાંઠા, મહેસાણા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ દેશભરમાં ઉજવણી

ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. સાથે હર ઘર તિરંગાની (Tiranga)  વાતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે.ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ભાજપા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અંબાજીથી નડાબેટ સુધીની 1551 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રાનો શુભારંભ કરાયો હતો.

Published On - 9:17 am, Mon, 8 August 22