ગુજરાતની બાળકોના કોરોના રસીકરણમાં સિદ્ધિ, ત્રણ દિવસમાં થયું આટલું રસીકરણ

|

Jan 06, 2022 | 6:14 PM

રાજ્યમાં સરકારે એક સપ્તાહમાં 35 લાખ બાળકોને રસી આપવા માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ બાળકોને શાળાએ જ રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી 15 લાખ બાળકોને કોરોનાથી રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતની બાળકોના કોરોના રસીકરણમાં સિદ્ધિ, ત્રણ દિવસમાં થયું આટલું રસીકરણ
Gujarat Children Vaccination (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)15 થી 18 વર્ષના બાળકોને (Childeren) કોરોના (Corona)ની વેક્સીન (Vaccine) આપી દેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. રાજ્યમાં 6,306 સેન્ટર પરથી કિશોરોને રસીકરણ (Children Vaccination)નું કામ શરુ કરવામાં આવ્યુ છે. જો કે ગુજરાતમાં 03 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા  બાળકોના રસીકરણમાં  ગુજરાતે  સિધ્ધી મેળવી છે.  જેમાં  માત્ર ત્રણ જ દિવસમાં રાજ્યના  40 ટકા જેટલા 15 થી 18 વર્ષના  બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

15 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ  અપાયો 

તેમજ રાજ્યમાં સરકારે એક સપ્તાહમાં 35 લાખ બાળકોને રસી આપવામાં માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ બાળકોને શાળાએ જ રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી 15 લાખ બાળકોને  કોરોનાથી રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

નિષ્ણાંતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શરીરમાં ઈમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી

આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યુ કે કોરોના સામે રસીનું સુરક્ષા કવચ બાળકો અને તરુણોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.વેક્સિન મળી રહેતા ઘણા લોકો કોરોના અંગેના નિયમોનું પાલન કરવાનું છોડી દે છે. વેક્સિન બાદ શરીરમાં ઈમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી જરૂર થઈ જાય છે, પરંતુ જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો સંક્રમિત થઈ શકે છે. જેથી બાળકો માટે પણ કોરોના અંગેના નિયમોનું ખાસ પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે.

ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન

સરકારે 15થી 18 વર્ષની વયના  બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આ અંગે આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌ પ્રથમ આ વય જૂથના કિશોરોને રસી આપવા માટે સ્કૂલોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને હાજર રાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શાળાએ નહિ જતાં બાળકો માટે પણ સરકારે તેમને ઘરે જઇને રસી આપવાની વ્યવસ્થા કરી છે.

કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા મહેનત 

તેમજ જે વાલીઓ બાળકોને હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી અપાવવા માંગે છે તેમની માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ સરકારે ઝડપથી બાળકોને રસી તે માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ અંગે આરોગ્ય વિભાગ જે રીતે પોલિયો રસીકરણનું અભિયાન હાથ ધરે છે તે જ રીતે કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા માટે મહેતન કરી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત

આ પણ વાંચો :  વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ

Published On - 6:12 pm, Thu, 6 January 22

Next Article