બેઈમાન બાબુઓ વિરુદ્ધ ગુજરાત ACB આકરા પાણીએ, ફરિયાદીને રક્ષણ આપવા લોન્ચ કર્યો CARE પ્રોજેકટ- વીડિયો

બેઈમાન બાબુઓ વિરુદ્ધની લડાઈ ગુજરાત એસીબીએ વધુ ધારદાર કરી રહ્યુ છે. હવે લાંચિયા બાબુઓ કે તેમના મળતિયા દ્વારા જો ફરિયાદીને પરેશાન કરવામાં આવ્યા તો તેમની ખેર નહીં રહે. એસીબી આવા લાંચિયા અધિકારીઓ સામેની લડાઈમાં ફરિયાદીઓને રક્ષણ આપવા માટે શરૂ કર્યો છે CARE પ્રોજેક્ટ. આવો જાણીએ આ પ્રોજેક્ટ વિશે વિગતવાર.

બેઈમાન બાબુઓ વિરુદ્ધ ગુજરાત ACB આકરા પાણીએ, ફરિયાદીને રક્ષણ આપવા લોન્ચ કર્યો CARE પ્રોજેકટ- વીડિયો
| Edited By: | Updated on: Jan 30, 2024 | 11:14 PM

ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં સામાન્ય લોકો ડરતા હોય છે. તેમને ડર હોય છે કે ક્યાંક લાંચિયા અધિકારીઓ સાથે પોલીસ મળેલી તો નહીં હોય. લાંચિયાઓની પહોંચ દૂર સુધી હોય તો તેમની હેરાનગતિ થશે કે ભવિષ્યમાં તેમને નુકસાન પહોંચાડશે તો. આવા ડરથી લોકો ફરિયાદ કરતા નથી હોતા. જો કે હવે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ગુજરાત એસીબી લાંચિયા અધિકારીઓ સામે આકરા પાણીએ કામ લઈ રહી છે ફરિયાદીઓને મળતી ધાકધમકી કે હેરાનગતિથી રક્ષણ આપવા માટે લાવી છે CARE પ્રોજેક્ટ. આવો જાણીએ શું છે આ કેર પ્રોજેક્ટ

જો સરકારી વિભાગોમાં લાંચ માગનારા કોઈ લાંચિયા સરકારી બાબુ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરો તો આ સરકારી વિભાગ તમારી સામે દાઝ રાખીને તમારુ કામ નહીં કરે. તમે જો લાંચિયા અધિકારીને પકડાવી દીધા તો તેમને તેમના મળતિયાઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવશે. તેવુ વિચારતા હો તો એ ડર હવે બિલકુલ ન રાખશો. જો લાંચિયા બાબુ આવુ કરશે તો તે તેમની જ મુશ્કેલી વધારશે. કારણ કે તેમણે કાર્યવાહી માટે તૈયાર રહેવુ પડશે. ગુજરાત એસીબીએ ફરિયાદીના હક્કોના રક્ષણ માટે ખઆસ નવો CARE પ્રોજેકટ શરૂ કર્યો છે.

મોટાભાગના લોકો જાણે છે, સમજે છે અને જુએ જ છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચોમેર પથરાયેલો છે, ઘણા વિભાગો એવા છે કે જ્યાં રૂપિયા આપો તોજ કામ થાય, અને જો કોઈ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો તેનું કામ ન થાય, જો આવા સરકારી બાબુ વિરુદ્ધ ACBમાં ફરિયાદ કરો તો આ સરકારી વિભાગ દાઝ રાખીને તમારું ક્યારેય કામ કરે જ નહીં…એમાં પણ જો કોઈ લાંચિયાને તમે પકડાવી દીધો તો તો વાત પૂરી…તમને પછી એ લાંચિયાના મળતીયાઓ દ્વારા ધમકી પણ મળે..પણ લાંચિયા બાબુઓ હવે આવું કંઈજ નહિ કરી શકે, અને જો કરશે તો તેમણે કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.. ગુજરાત ACBએ ફરિયાદીઓ અને તેઓના હક્કોના રક્ષણ માટે શરૂ કર્યો છે ખાસ નવો CARE પ્રોજેકટ…

શુ છે CARE પ્રોજેકટ ?

CARE પ્રોજેકટ અંતર્ગત 4C પર કામ કરવામાં આવશે

  • Care
  • Compassion
  • Co-Operation
  • Commitment

આ 4c પ્રોગ્રામ 25મીથી લોન્ચ કરી દેવામાં આવ્યો છે, જેમાં ACBના ડાયરેકરર, જોઈન્ટ ડાયરેકટર, ડેપ્યુટી ડાયરેકટરથી લઈને પી.આઈ. કક્ષાના અધિકારીઓ ફરિયાદીઓ અને તેમના પરિવારને મળી તેમણે કરેલી ફરિયાદ બાદ તેઓની શું સ્થિતિ છે તે જાણશે.

મુખ્યત્વે સરકારી કામો મંજુર કરાવવા કે કરેલા સરકારી કામોના બિલો મંજુર કરવા માટે લાંચ માગવામાં આવતી હોય છે. જો આવી લાંચ માગનાર અધિકારી કે કર્મચારી પકડાઈ જાય તો પછી આવા ફરિયાદીનું કામ યેનકેન પ્રકારે ટલ્લે ચઢાવી દેવામાં આવતું હોય છે, જો કોઈ ફરિયાદી સાથે આવું થયું હશે તો ACBના અધિકારીઓ રાજ્ય સરકારના એ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કરી તે વ્યક્તિનું કામ ઝડપ થી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ગાંધીના ગુજરાતમાં હવે તસ્વીરોમાંથી પણ ગાંધી ગાયબ, સુરેન્દ્રનગરની કલેક્ટર ઓફિસમાં નથી ગાંધીજીની એક પણ તસ્વીર- જુઓ વીડિયો

લાંચિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માંગતા પરંતુ અલગ અલગ ડરને કારણે મૌન ધારણ કરી બેસી રહેતા લોકોમાં જોમ, જુસ્સો અને હિંમત પેદા કરવા ACBએ આ નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ACBને આશા છે કે આ CARE પ્રોજેકટને કારણે આગામી દિવસોમાં કેસોની સંખ્યા તો વધી શકે છે પરંતુ ભ્રષ્ટ બાબુઓને અદાલતોમાં વધુને વધુ સજા અપાવવામાં પણ સફળતા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:12 pm, Tue, 30 January 24