Ahmedabad : જીટીયુની ત્રણ ઓગસ્ટથી ઓફલાઇન પરીક્ષા શરૂ, પરીક્ષા કેન્દ્રોની ફાળવણીને લઇને વિધાર્થીઓ પરેશાન

|

Jul 31, 2021 | 6:36 PM

જીટીયુએ વિદ્યાર્થીઓને દૂર-દૂર પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં એક કિસ્સામાં હાલોલના વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર ભુજ અને પાલનપુરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(GTU)માં ત્રણ ઓગસ્ટથી ઓફલાઇન પરીક્ષા( Offline Exam)ઓ શરૂ થઈ રહી છે.પરંતુ પરીક્ષામાં જીટીયુએ વિદ્યાર્થીઓને દૂર-દૂર પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં એક કિસ્સામાં હાલોલના વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર ભુજ અને પાલનપુરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

જ્યારે જીટીયુએ આ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક ના આપતા વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણ કે કોલેજથી દૂરના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. કોરોનાને કારણે હજુ સુધી હોસ્ટેલો શરૂ થઈ નથી ત્યારે વિદ્યાર્થીઓને રહેવા જમવાનો પ્રશ્ન ઉભો થયો છે.3 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ઉભો થયો છે.ત્યારે આ અંગે GTUના કુલપતિનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ગેરસમજ થઇ છે.

 

આ પણ વાંચો: કોલકાતામાં પોર્ન રેકેટનો ભાંડો ફૂટ્યો, અશ્લીલ ફિલ્મોની માસ્ટર માઈન્ડ આ મહિલાની થઈ ધરપકડ

આ પણ વાંચો : કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ બન્યો વધુ ખતરનાક! ચિકનપોક્સની જેમ ઝડપથી ફેલાય રહ્યો છે, અમેરિકન રિપોર્ટમાં કરાયો દાવો

 

Published On - 6:29 pm, Sat, 31 July 21

Next Video