Gujarat હાઇકોર્ટે ગોધરામાંથી વ્યકિતને તડીપાર કરવા મુદ્દે તંત્રને ટકોર કરી, કહ્યું રજવાડા નથી ચલાવવાના લોકશાહી છે

|

Aug 02, 2021 | 6:57 PM

હાઇકોર્ટે ટકોર કરી કે ધારાસભ્યને કોઇ ધમકી આપે તો 307ની કલમ મુજબ તેને જેલમાં રાખી શકાય.આવા વ્યક્તિને જો તડીપાર કરશો તો તે વ્યક્તિ બીજે ક્યાંયથી ફોન દ્વારા ધમકી આપશે.

પંચમહાલના ગોધરા(Godhra) ના ધારાસભ્યને રજૂઆત કરનારને એસડીએમ દ્વારા તડીપાર કરવા  મુદ્દે હાઇકોર્ટ(Highcourt) માં અરજી કરાઇ હતી.જેની પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલીક ટકોર કરી હતી.હાઇકોર્ટે ટકોર કરી કે ધારાસભ્યને કોઇ ધમકી આપે તો 307ની કલમ મુજબ તેને જેલમાં રાખી શકાય.

આવા વ્યક્તિને જો તડીપાર કરશો તો તે વ્યક્તિ બીજે ક્યાંયથી ફોન દ્વારા ધમકી આપશે. તેનીસાથે જ હાઇકોર્ટે ટાંક્યું કે આપણે રજવાડા નથી ચલાવવાના લોકશાહી છે અને નાગરિકોને ફરિયાદ કરવાનો હક છે..હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે કોઇ વ્યક્તિ કામ મુદ્દે રજૂઆત કરે તો તેનો મતલબ એવો નથી કે તેના વિરૂદ્ધ તડીપારનો કેસ કરી દેવાનો. મહત્વનું છે કે ધારાસભ્યના પુત્રએ ફરિયાદ કરતા તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર કેસની વધુ સુનાવણી આગામી 23 ઓગસ્ટે હાથ ધરાશે.

આ પણ વાંચો : છેડતી કરીને ભાગી રહ્યો હતો બદમાશ, યુવતીએ બતાવી એવી બહાદુરી કે તમે પણ કરશો સલામ

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

Next Video