અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને ઓડીસાની ગેંગ ઝડપાઈ છે… આરોપી પાસેથી અમરાઈવાડી પોલીસે 102 મોબાઈલ કબજે કર્યા છે.. આરોપી ભીડભાળવાળી જગ્યાનો લાભ લઇ મોબાઈલ ચોરી કરતા હતા.. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માંથી પણ મોબાઈલ ચોર્યા હોવાનું સામે આવ્યું…જોકે ચોરી કરવા આ ગેંગ ફ્લાઈટમાં આવતા હતા અને ચોરી કરેલા મોબાઇલ પણ ફ્લાઈટ લઈ જતા હતા…
શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર થઈ રહેલા મોબાઇલ ચોરીના બનાવો વધતા પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી હતી.. જેમાં અમરાઇવાડી પોલીસને ચોરીના એક ફોનનું લોકેશન અમરાઈવાડી નજીક મળ્યું હતું તેવામાં એક યુવાનના હાથમાં પોલીસકર્મીએ આઈફોન જોયો જેની પૂછપરછ કરતા ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી. મકાન ભાડે રાખી રહેતા ગેંગના ઘરે રસોઈયાએ પોલીસને હક્કીત બતાવી અને તપાસ કરતા ઘરમાંથી 12 લાખથી વધુની કિંમતના 102 મોબાઈલ મળી આવ્યા જે તમામ ચોરીના હતા જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી મહંમદ જહીરુદ્દીન શેખ, જીતેન્દ્ર સહાની,ટીંકુ ચૌધરી,અમિત ચૌધરી અને કરણ મોહતો ની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસે પાંચે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ઝારખંડ થી અમદાવાદ ફ્લાઇટમાં મોબાઈલ ચોરી કરવા આવતા..જે બાદ બસ કે રીક્ષામાં પણ મુસાફરી કરતા લોકો ના મોબાઈલ ની ચોરી કરતા ઉપરાંત કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય તેવી જગ્યાએ જઈ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા.. આરોપીઓએ અમદાવાદ ગાંધીનગર તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હતો.. મહત્વનું છે કે. આરોપીઓ ચોરીના તમામ મોબાઈલ ઓડીશા ખાતે વેચાણ કરતા હતા અને ત્યારબાદ અન્ય આરોપીઓ મોબાઈલનો નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે…
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હકીકત સામે આવી કે આરોપીઓ માત્ર સાત જ દિવસમાં 102 મોબાઈલ ચોર્યા હતા.. સાથે જ એક મોંઘી દાટ સાયકલ પણ કબ્જે કરી છે…જે ચોરી કરી હતી. મહત્વનું છે કે 12 લાખથી વધુ ના મોબાઇલ આરોપી ઓ માત્ર 6-7 લાખમા ઓડીસા વેંચી દેવાના હતા.. જોકે તે પહેલા પોલીસે આરોપી ઝડપી લીધા છે સાથે જ જે લોકોના મોબાઈલ ચોરી થયા. છે. તેમણે પોલીસનો સંપર્ક કરવા અપિલ કરી છે.
મહત્વનું છે કે અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની પહેલી મેચમાં 17, બીજી મેચમાં 16, ત્રીજી મેચમાં 17 મોબાઈલની ચોરી થઇ હતી. જો કે ચાંદખેડા અને અમરાઈવાડી પોલીસની સંયુક્ત કામગીરીમાં મોટી સફળતા મળી હતી અને મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. મોબાઈલ ચોર ટોળકી પાસેથી 200 મોબાઈલ મળ્યા . 200 મોબાઈલમાં સ્ટેડિયમમાંથી ચોરી થયેલા 50 ફોનનો સમાવેશ પણ થાય છે.
ચોર ટોળકી પાસેથી મળેલા મોબાઈલોની કિંમત 1 કરોડ જેટલી છે. પોલીસે IMEI નંબર ટ્રેસમાં મુકીને ચોર ગેંગને ઝડપી પાડી છે. સ્ટેડિયમમાંથી જે મોબાઇલ ચોરાયા છે તે પૈકી કેટલાક ફોન લાખોની કિંમતના હતા.
Published On - 11:42 pm, Wed, 19 April 23