કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત અમદાવાદ ડિઝાઇન વીક (ADW)ની ચોથી આવૃત્તિ દરમિયાન ડીઝાઇન અને ટેકનોલોજીના ક્ષેત્રોની જકડી રાખનારી રજૂઆતો બીજા દિવસે પણ આગળ વધી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ યુનિવર્સિટીના ડીઝાઇનના વિદ્યાર્થીઓના એક ગ્રૃપે ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલા કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં ADW 4.0 હેઠળ આયોજિત ‘એન્ટિક્લૉક’માં પોતાના કલેક્શનો રજૂ કર્યા હતા. જેમાં નામાંકિત ડિઝાઇનરોને પણ વિચારતા કરી દે તે પ્રકારની ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત ADW 4.0માં તેમના સર્જનો રજૂ કર્યા.
ટેક્સટાઇલ પ્રિન્ટ્સ અને ડીઝાઇનનું કલેક્શન અહીં રજૂ કરવામાં આવેલા કલેક્શનોનું મુખ્ય આકર્ષણ હતું. ઉદાહરણ તરીકે, યુઆઇડીના વિદ્યાર્થી ઝેનિથ જિનોનીએ તેની પોતાની બ્રાન્ડ HAPY હેઠળ પોતે જાતે ડીઝાઇન કરેલા સ્વેટશર્ટ્સ અને ટી-શર્ટના કલેક્શનને રજૂ કર્યું હતું. તે જ રીતે, ખ્વાઇશ ચૌધરી અને વંશિકા જોગાણીની વિદ્યાર્થિનીઓની જોડીએ પિંક સિટીની સુપ્રસિદ્ધ બ્લૉક પ્રિન્ટ જયપુરી પ્રિન્ટ ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલા શર્ટ્સનું સુંદર કલેક્શન રજૂ કર્યું હતું. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડિઝાઇને આકર્ષણ જમાવ્યુ હતુ.
એન્ટિક્લૉકમાં વિદ્યાર્થીઓની ઉદ્યોગસાહસિકતાની અદમ્ય ભાવના જોવા મળી હતી. ઉદાહરણ તરીકે, હસ્તકલા નામની બ્રાન્ડની સ્થાપના કરનારા કનક મોદી અને અવની જૈને કસ્ટમ-મેડ મોબાઇલ કવર, સ્ક્રન્ચિઝ અને પ્રિન્ટેડ બૉર્ડને દર્શાવ્યાં હતાં. આ જોડીએ તેમના શાળાના દિવસો દરમિયાન તેમની આ બ્રાન્ડની સ્થાપના કરી હતી.
NIFT ગાંધીનગરના વિદ્યાર્થી પલક ગેરે અને સમર્થ શર્માએ તેમની બ્રાન્ડ Tauxxic હેઠળ ઉપલબ્ધ કસ્ટમાઇઝિંગના વિકલ્પની સાથે ગ્રાફિક ટી-શર્ટ્સ અને ટોટે બેગ્સની અદભૂત રેન્જ રજૂ કરી હતી. મહિલાઓના નેતૃત્ત્વ હેઠળની ફર્મ Ekaaએ પણ સસ્ટેનેબિલિટી પર કેન્દ્રીત તેમના ટોટે બેગના કલેક્શનને રજૂ કર્યું હતું. અન્ય બે બ્રાન્ડ્સ – ખુશી દેસાઈ અને પ્રિયાંશી દેસાઈની ફેલિશિયા તથા અસીમ અગ્રવાલ અને વૈદેહી પટેલની ગાર્ડન ઑફ ઇડને જાતે ડીઝાઇન કરવામાં આવેલી મીણબત્તીઓને પ્રદર્શિત કરી હતી, જે ભોજન તથા જાતે બનાવેલી મીણબત્તીઓ અને ફૂલોથી પ્રેરિત હતી.
ADW 4.0ના ત્રણેય દિવસો ઘટનાપ્રચૂર રહેવાના હોવાથી કલા અને હસ્તકલાની કાર્યશાળાઓની શ્રેણીની સાથે ઇન્સ્ટોલેશનોએ કર્ણાવતી યુનિવર્સિટીનું કેમ્પસ જાણે જીવંત બનાવી દીધું હતું.