Gandhinagar: રાજ્યમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ, ગાંધીનગર પોલીસે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની કરી ધરપકડ

|

Apr 23, 2023 | 5:44 PM

Gandhinagar: રાજ્યમાં વધુ એક મોટા સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર પોલીસે રાંદેસણમાં બાતમીને આધારે રેડ કરી 17 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા અને પોતાનુ નેટવર્ક ફેલાવવા યુવાનોને સટ્ટાના રવાડે ચડાવતા હતા.

Gandhinagar: રાજ્યમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ, ગાંધીનગર પોલીસે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની કરી ધરપકડ

Follow us on

ગુજરાતમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર પોલીસે બાતમીને આધારે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. પોતાનું નેટવર્ક ફેલાવવા યુવાઓને પણ સટ્ટા રેકેટના રવાડે ચડાવતા હતા.

પોલીસે સટ્ટાકાંડમાં 17 આરોપીની કરી ધરપકડ

ગુજરાત હવે ડ્રગ્સ રેકેટ સાથે હવે સટ્ટા રેકેટનું પણ હબ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગાંધીનગર LCB દ્વારા બાતમીને આધારે રાંદેસણ રોડ ઉપર આવેલ મારૂતી મઝુમ એપાર્ટમેન્ટ ના બ્લોક નંબર -A ના મકાન નં -501 ખાતે ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જે આધારે રેડ કરી હતી જ્યાં જીતુ માળી અને રવિ માળી અને તેના 15 સાગરીતો મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 48 મોબાઈલ 4 લેપટોપ 22 ચેકબુક અને પાસબુક 10 પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં અન્ય 3 આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.

પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના

આરોપીઓની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના છે. સટ્ટા નેટવર્ક વધારવા માટે દેશના અલગ અલગ ખૂણામાંથી યુવાઓને હાયર કરતા હતા અને એપ્લિકેશનની તાલીમ આપવા માટે દુબઈ મોકલવામાં આવતા હતા, જે યુવકોને સટ્ટો રમાડવા માટે જે યુવાઓને હાયર કરવામાં આવે તેને પગાર આપવામાં આવતો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા આદિત્ય ટ્રેડિંગ, પિન્ટુ જૈન, સંકેત ડાંગી ઈમેલ, સંગમ સેવર, કેવલજી ટેક્સટાઈલ, સિંધવ નારણભાઈ કેતનભાઈ પટેલ, ઠાકરડા ભરતજી કુવરજી, દિનેશકુમાર મકવાણા, કાનજી ટેક્સટાઈલ, કેવલજી ટેક્સટાઈલ  નામની ખોટી કંપની ઉભી કરી તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. તો સટ્ટો રમવા માટે અલગ અલગ 9 એપ્લિકેશન નો ઉપયોગ કરવામાં આવતો હતો.


આ પણ વાંચો: Breaking News: ગાંધીનગર LCBનો સપાટો, દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ, 17 આરોપી સાથે 50 લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ કરાયો જપ્ત

તો હાલમાં પોલીસ દ્વારા જે ચેકબુક પાસબુક મળી છે તે સાથે જ જે કંપનીઓ ખોલવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરી છે દુબઈમાં કોના દ્વારા કયા રેકેટ ઓપરેટ કરવામાં આવે છે, કોના દ્વારા તાલીમ આપવામાં છે, સાથે જ આખા રેકેટમાં સૂત્રધાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article