અમદાવાદ ડ્રગ્સ કેસમાં વધુ ખુલાસા સામે આવ્યા, રમાડા હોટલમાં યોજાતી હતી ડ્રગ્સ પાર્ટીઓ

|

Nov 29, 2021 | 11:15 PM

અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો દ્વારા પણ રમાડા હોટલમાં ઘણી ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાનો પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે.આ પાર્ટીમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આવતા હોવાનું આરોપીએ કબૂલ્યું છે.

અમદાવાદના(Ahmedabad) બોપલમાંથી(Bopal) ઝડપાયેલા હાઇપ્રોફાઇલ વિદેશી ડ્રગ્સ કેસમાં(Drugs)મોટો ખુલાસો થયો છે. આ આરોપી વંદિત પટેલ દ્વારા રમાડા હોટલમાં (Ramada Hotel) સાત જેટલી ડ્રગ્સ પાર્ટીઓ (Drugs Party) યોજવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત અન્ય ડ્રગ્સ પેડલરો દ્વારા પણ રમાડા હોટલમાં ઘણી ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાનો પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે.

આ પાર્ટીમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આવતા હોવાનું આરોપીએ કબૂલ્યું છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક વર્ષનો રમાડા હોટલનો ડેટા મગાવ્યો છે.મહત્વનું છે કે, વંદિત પટેલની અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં મેરેથોન પૂછપરછ ચાલી રહી છે, ત્યારે અનેક ખુલાસા થઇ રહ્યા છે.

અમદાવાદ શહેરની SP રીંગ રોડની નજીક આવેલા કેટલાક ફાર્મ હાઉસમાં પણ આરોપી વંદિત પટેલ ડ્રગ્સની પાર્ટીઓ આયોજિત કરી ચૂક્યો છે.કેસના મુખ્ય આરોપી વંદિત પટેલની પૂછપરછમાં અન્ય 7 પેડલરોના નામ સામે આવ્યા છે. જે પૈકી 5 પેડલરો અમદાવાદના અને 2 દક્ષિણ ગુજરાતના છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના(Ahmedabad)બોપલ ડ્રગ્સ(Bopal Drugs)કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં ડ્રગ્સ કેસના તાર છેક અમેરિકા(America)સુધી પહોંચ્યા છે. જેમાં આરોપી વંદીત પટેલે કબૂલ કર્યું છે કે તેણે કેલિફોર્નિયાના એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેમજ કસ્ટમ(Custom)દ્વારા વંદીત પટેલે મંગાવેલ પાર્સલ અંગે ખુલાસો કર્યો છે.

જેમાં આ કેસમાં હવે કસ્ટમ વિભાગ સક્રિય થયું છે. જેમાં કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વંદીત પટેલે 1000 થી વધુ પાર્સલ એર કાર્ગોથી મંગાવ્યા હતા. તેમજ તેમાંથી 800 થી વધુ પાર્સલ છોડાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ બજારમાં ફરતું કર્યું હતું.

આ પણ  વાંચો : ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

આ પણ  વાંચો : ગુજરાત સરકાર કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઇને સતર્ક, વાઈબ્રન્ટ સમિટના મહેમાનો અંગે ધ્યાન રખાશે

Next Video