Ahmedabad: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 મહિલાઓના વિનામૂલ્યે ચેકઅપ કરાશે, દેશમાં કેન્સરના 20 મહિલા દર્દીમાંથી 1ને સ્તન કેન્સર

|

Feb 03, 2022 | 6:44 PM

સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે, દર વર્ષે આપણા દેશમાં કેન્સરના 8 થી 10 લાખ નવા કેસ આવે છે, સ્તન કેન્સર પીડા વગરનો રોગ હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે

Ahmedabad: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 મહિલાઓના વિનામૂલ્યે ચેકઅપ કરાશે, દેશમાં કેન્સરના 20 મહિલા દર્દીમાંથી 1ને સ્તન કેન્સર
વર્લ્ડ કેન્સર ડે નીમિત્તે 100 બહેનોના વિનામૂલ્યે ચેકઅપ કરાશે

Follow us on

કેન્સર (Cancer) જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા 4 ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન (Ashirwad Foundation) દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 બહેનોના સ્તન કેન્સર (Breast Cancer) ના ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. ડો. શેફાલી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જો આપણા દેશની સ્ત્રીઓ સજાગ બને તો સ્તન કેન્સર યોગ્ય ટેસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે, અને જરૂરી યોગ્ય સારવાર દ્વારા તેનું નિદાન પણ શક્ય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, શહેરની સ્ત્રીઓ સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે સ્તન કેન્સર જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. 4 ફેબ્રુઆરીના રોજ આર્શીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 બહેનોના સ્તન કેન્સરના વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવશે.

સામાન્ય દિવસોમાં પણ રાહતદરે ચેકઅપ કરી અપાય છે

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સરના જરૂરી ટેસ્ટ જેવા કે સોનોગ્રાફી-મેમોગ્રાફી માત્ર રૂ. 300માં કરી આપવામાં આવે છે. જે સામાન્ય રીતે બજારમાં રૂ. 2500 કે તેથી વધુની કિંમતમાં થતા હોય છે. આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર અંગે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા અને આ જીવલેણ બીમારીથી સ્ત્રીઓને બચાવવા હંમેશા જરૂરી સેવાકાર્યો કરતું રહ્યું છે.

આ પણ વાંચોઃ મહેસાણા : દૂધસાગરના પશુપાલકો માટે ખાસ દિશાસૂચન, પશુઓની કાળજી સાથે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાતો

આ પણ વાંચોઃ Kutch: ભચાઉના કડોલ અભ્યારણમાં ગેરકાયદે મીઠાના અગરો માટે બોરનુ કામ શરૂ કરી દેવાયુ, વનવિભાગે 3ને ઝડપી લીધા

Published On - 6:14 pm, Thu, 3 February 22

Next Article