Ahmedabad : કોંગ્રેસના (Congress) પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરતભાઇ દેસાઇ, કોગ્રેસના સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશભાઇ ગોસ્વામી, એ.આઇ.સી.સી.ના પૂર્વ ડેલીગેટ પ્રશાંતભાઇ પરમાર તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજે (BJP) ભાજપમાં જોડાયા.
ભાજપમાં જોડાયા બાદ હીરાભાઈ પટેલે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં કર્મનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થતી રહી છે. હું ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાતો નથી. હીરાભાઈ પટેલની સાથે મહીસાગર કોંગ્રેસના 200થી વધારે હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે.
આ પ્રંસગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટએ સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ એ પરિવર્તનના રાજપથ પર આગળ વઘી રહ્યો છે. આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં છેવાડાના માનવીની ચિંતા કરતી વિવિઘ યોજનાઓ અને તાત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં રાજમાર્ગ પ્રસ્થાપિત કર્યો છે. તેના પર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય આગળ વઘી રહ્યું છે. આજે જે કાર્યકરો ભાજપમાં જોડાયા તેમને પક્ષ વતી આવકારું છુ તેમજ સૌને અભિનંદન પાઠવું છું.આજે જે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે તે દર્શાવે છે કે કોંગ્રેસ નામશેષ તરફ જઇ રહી છે.
આ કાર્યક્રમમાં હિરાભાઇએ જણાવ્યું કે, હું કોઇ અપેક્ષાથી ભાજપમાં જોડાયો નથી. ભાજપમાં જોડાવવા મહત્વનું કારણ એ છે કે, કોંગ્રેસમાં કર્મનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થતી રહી છે. હું ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાતો નથી. ભાજપમાં મારા સારા મિત્રો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મહિસાગર જીલ્લામાં કોંગ્રેસ પાર્ટી પોતે જ આપઘાત કરવા માંગતી હોય તો હું બચાવનાર કોણ તેવા પણ સવાલ કર્યા. આખી કોંગ્રેસ ખાડે ગઇ છે મારી હવે કોઇ ચૂંટણી લડવાની અપેક્ષા નથી આગામી સમયમાં પાર્ટીમાં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી.
ભરતભાઇ દેસાઇએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના સાશનમાં હોમલોન 9 થી 10 ટકે મળતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં 6 ટકાની આસપાસ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વિદેશમાં ભારતનો ડંકો વગાળ્યો છે તે જોતા આજે અમે સૌ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છીએ. કોંગ્રેસ હવે પાંચ નેતાઓની પેઢી બનીને રહી ગઇ છે.
કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના (AAP) આગેવાનો અને હોદ્દેદારો કમલમ પહોંચ્યા હતા અને આપના શહેર અને જિલ્લા કક્ષાના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.આગેવાનો અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા..સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના ઇસનપુર વોર્ડના પ્રમુખ રાજેન્દ્ર સોની, ઉપપ્રમુખ કુણાલ સુથાર, સંગઠન મંત્રી અશોક ગજ્જર, યુવા પ્રમુખ આયુષ સોની, મહામંત્રી મોનીક વસેટા ભાજપમાં જોડાયા હતા..જમાલપુર વોર્ડના ઉપપ્રમુખ હર્ષ ઝવેરી ભાજપમાં જોડાયા.નરોડા વોર્ડના મહિલા ઉપપ્રમુખ પ્રકાશબેન રાજપુત ભાજપમાં જોડાયા છે.સેજપુરવોર્ડના મહિલા પ્રમુખ દક્ષાબેન રાઠોડ ભાજપમાં જોડાયા છે..
સામાજીક આગેવાન-ક્રિરપાલસિંહ ચાવડા, દેવુભા આંનદ, ભરત પટેલ, કનુભા આજોલ અને ગીરનારી બાપુ આજોલ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Ahmedabad: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીનો વિશિષ્ટ પ્રયાસ, પંચ પ્રકલ્પ યોજના હેઠળ ગૌ આધારિત ખેતીની તાલીમ આપશે