હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, 15 માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ

|

Feb 06, 2023 | 11:54 AM

Ahmedabad News : ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.

હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, 15 માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ
અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઇટ થશે શરુ

Follow us on

મહારાષ્ટ્રના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિકના શિરડીમાં દર્શન કરવા માટે જતા હોય છે. અત્યાર સુધી ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભક્તોને શિરડીમાં દર્શન કરવા જવા માટે કાર અથવા તો ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને જવુ પડતુ હતુ. જો કે હવે ભક્તોને ઘણા કલાકોની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે.

અમદાવાદથી નાસિકની ડાઇરેક્ટ ફ્લાઇટ થશે શરુ

ભક્તો અમદાવાદથી માત્ર પોણા બે જ કલાકમાં જ શિરડી પહોંચી જશે. કારણકે 15 માર્ચથી અમદાવાદથી શિરડી સાંઇબાબા દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે ઇન્ડિગો અમદાવાદથી નાસિકની ફલાઇટ શરૂ કરશે.

ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ

ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ રહેશે. નાસિકથી આ ફલાઇટ બપોરે 3.45 કલાકે ટેકઓફ થઇ 5.25 કલાકે અમદાવાદ આવશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે 5.50 કલાકે રવાના થઇ 7.15 કલાકે નાસિકમાં પહોંચાડશે. એરલાઇન કંપની આ સેક્ટર પર 73 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મહારાષ્ટ્રમાં આવેલુ છે શિરડી સાંઇ બાબા મંદિર

મહત્વનું છે કે શિરડી અહમદનગર-મનમાડ હાઇવે (સ્ટેટ હાઇવે નંબર 10) પર આવેલું છે. તે મનમાડ શહેરથી 65 KM અને જિલ્લા મુખ્યાલય અહેમદનગરથી 80 KM ના અંતરે આવેલું છે. આ શહેર સાંઈ બાબાના સમાધિ મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રખ્યાત છે. તેથી જ આ શહેરનું બીજું નામ સાંઈનગર શિરડી (શિરડી) છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. મોટી સંખ્યામાં ગુજરાતના ભક્તો પણ અહીં દર્શન કરવા જતા હોય છે.

સાઈ બાબા સમાધિ સ્થળ મંદિર

જો એમ કહેવામાં આવે કે શિરડી શહેરની ઓળખ સાંઈ બાબાના મંદિરના કારણે છે તો ખોટું નહીં હોય. આજે લાખો ભક્તો સાંઈ બાબાના સમાધિ સ્થળ મંદિરના દર્શન કરવા આવે છે. વિશ્વ કક્ષાએ સાઈ સંસ્થાન વતી હજારો હોટલો, ધર્મશાળાઓ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઇટ શરુ થતા ભક્તોને મોટી રાહત મળશે.

Next Article