
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.આજે સવારે આગ લાગી હતી. જો કે મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ સવારે 6.30 વાગ્યે લાગી હતી. આગની માહિતી મળતા જ 14 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.
Ahmedabad : નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર લાગી ભીષણ આગ #BulletTrain #Fire #Ahmedabad #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/c2pFMO2MMv
— Tv9 Gujarati (@tv9gujarati) February 8, 2025
સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના મોટા ભાગના વિસ્તાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યારે આગ વધુ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જો કે આગને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં શટરિંગનું કામ કરતા હતા તે સમયે આગની ઘટના બની હતી. વેલ્ડીંગ સમયે સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Published On - 2:14 pm, Sat, 8 February 25