DHOLERA : બાવળીયાળીમાં ખેડૂતોએ તિરંગા અને હાઈકોર્ટના આદેશ સાથે જમીન સંપાદનનો વિરોધ કર્યો

|

Oct 25, 2021 | 7:15 PM

DHOLERA SIRમાં બાવળીયાળીથી આંબળી સુધી રોડ બનાવવા માટે હાલ સંપાદનની કામગીરી ચાલી રહી છે.ખેડૂતોએ આ કામગીરી અટકાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.

AHMEDABAD : અમદાવાદના ધોલેરા પંથકમાં બાવળીયાળી ગામે જમીન સંપાદનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. DHOLERA SIRમાં બાવળીયાળીથી આંબળી સુધી રોડ બનાવવા માટે હાલ સંપાદનની કામગીરી ચાલી રહી છે.ખેડૂતોએ આ કામગીરી અટકાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ખેડૂતો વિરોધ દર્શાવવા ટ્રેક્ટર પર તિરંગો અને હાઈકોર્ટે કરેલા હુકમના ફ્લેક્ષ બેનર લગાવ્યા છે.સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝયોનલના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સંપાદનની કામગીરી માટે જમીન પર પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો..જોકે હાલ ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.ઉચ્ચ અધિકારીઓને પણ સ્થળ પર બોલાવાયા છે.

મહત્વનું છે કે બાવળીયાળીથી આંબળી સુધી 37 કિમીનો 250 મીટરનો નવો રોડ ટ્રેક બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. રોડ બનાવવામાં બાવળીયાળી ગામના ખેડૂતોની 700 વિઘાથી પણ વધારે જમીન સંપાદનમાં જઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે હાલના હાઇવે ઉપર જ આ નવો 250 મીટરનો રોડ ટ્રેક બનાવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે.જો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ પણ વાંચો : વડોદરાઃ રખડતા ઢોર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખનું અલ્ટીમેટમ, 10 દિવસમાં રખડતા ઢોર દૂર થવા જોઇએઃ પાટીલ

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં વીજળી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની રેલી, પૂરતા વીજ પુરવઠાની માંગ

Next Video