Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

|

Apr 21, 2023 | 8:47 PM

આજે 21મી એપ્રિલે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે કે જુમ્માનો દિવસ છે. તેમજ રમજાન મહિનાનો  છેલ્લો ઉપવાસ પણ છે. આજે ઈફ્તાર બાદ મુસ્લિમ સમુદાયના લોકો ચાંદના દર્શન કરશે અને 22 એપ્રિલ 2023ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

Follow us on

ગુજરાત ચાંદ કમિટીએ  જાહેર કર્યા અનુસાર આજે ચાંદ દેખાતા આવતીકાલે શનિવારે  22-04-23ના રોજ મુસ્લિમ બિરાદરો  ઇદના તહેવારની ઉજવણી કરશે. મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર ઈદ ઉલ ફિત્ર 22 એપ્રિલે ઉજવવામાં આવશે.  ગુજરાત ચાંદ કમિટીએ આની જાહેરાત કરી છે.  આજે ઈદનો ચાંદ દેખાઈ ગયો છે.

રમઝાનનો છેલ્લો શુક્રવાર

આજે 21મી એપ્રિલે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે કે જુમ્માનો દિવસ છે. તેમજ રમજાન મહિનાનો  છેલ્લો ઉપવાસ પણ છે. આજે ઈફ્તાર બાદ મુસ્લિમ સમુદાયના લોકો ચાંદના દર્શન કરશે અને 22 એપ્રિલ 2023ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

 

આ પણ વાંચો: Big Breaking News : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, સતત બીજા દિવસે નવા 331 કોરોના કેસ નોંધાયા

ધામધૂમથી મનાવાય છે  ઇદનો તહેવાર

ઈદના દિવસે લોકો મુસ્લિમ બિરાદરો વિશેષ નમાજ અદા કરે છે અને અલ્લાહ પાસેથી શાંતિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. તેમજ  ઈદના દિવસે લોકો એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવે છે. વડીલો પણ તેમના નાનાને ઈદી ભેટ તરીકે આપે છે. ઈદના આ આનંદી તહેવારમાં, તમે આ ખાસ અભિનંદન સંદેશાઓ, કવિતાઓ અને અવતરણો દ્વારા તમારા પ્રિયજનો, પરિવાર અને મિત્રોને ઈદ મુબારકની શુભેચ્છા પણ આપી શકો છો.

ઇદ, પરશુરામ જંયતિ -અખાત્રીજની થશે ઉજવણી

આવતીકાલે  ઇદની સાથે સાથે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિ યા તેમજ પરશુરામ જયંતિની  પણ ઉજવણી કરવામાં આવશે.  અખાત્રીજના દિવસે લોકો મોટી માત્રામાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:45 pm, Fri, 21 April 23

Next Article