આજે વહેલી સવારે અમદાવાદ (Ahmedabad) ગાઢ ધુમ્મસ (fog) છવાયું હતું. જેના કારણ સવારમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. શહેરમાં ધુમ્મસની ચાલર પથરાઈ હોવાથી સમારે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. અત્યારે શહેરમાં 42 ડિગ્રી જેટલી ગરમી પડી રહી હોવાથી સવારમાં ઠંડકનો અનુભવ થતાં રાહત અનુભવાઈ હતી. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં રાહત મળી શકે છે અને આગામી 5 દિવસ હીટવેવ (Heatwave) ની શક્યતા નહિવત્ છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના રાજયમાં 1 ડિગ્રી પારો ગગડયો છે. રાજકોટ અને કંડલા એરપોર્ટમાં સૌથી વધુ 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના શરૂ થયેલા ગરમ-સૂકા પવનોના કારણે અમદાવાદમાં (Ahmedabad)ગરમીનો પારો ફરી 42 ડિગ્રીને પાર કરી ગયો છે. હીટવેવને(Heatwave)પગલે અમદાવાદ કોર્પોરેશને શુક્રવારથી રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં શુક્ર-શનિવારે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં સવારથી ગરમ-સૂકા પવનોનું જોર વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 25.5 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો.
ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.
આ પણ વાંચોઃ Chhotaudepur: ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર, સરપંચે કોન્ટ્રાક્ટરનું કૌભાંડ ખુલ્લું પાડ્યું
આ પણ વાંચોઃ Salangpur: પવનપુત્રને પહેરાવાયા 7 કરોડ રૂપિયાના વાઘા, 151 કિલોગ્રામની કેક કાપવામાં આવશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો