અમદાવાદમાં બેંકના ATM કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો, ગ્રામ્ય SOG એ મશીનમાં નકલી નોટો જમાં કરાવનાર યુવકની ધરપકડ કરી, નકલી નોટોના રેકેટમા પકડાયેલ આરોપી હાઇ પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ થી નકલી નોટોના નેટવર્ક સાથે જોડાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
પોલીસ કસ્ટડીમાં આવેલો આરોપી અલ્પીત ગજજર નકલી નોટોના કેસમાં ગ્રામ્ય SOG એ ધરપકડ કરી છે. 12 ડિસેમ્બરના સવારે આરોપી આલ્પિત એ બોપલની HDFC બેંક મા 19 જેટલી 500ના દરની નકલી નોટો બોપલ બ્રાન્ચનાં કેશ ડિપોઝિટ મશીનમાં જમાં કરાવી હતી. જેની જાણ બેંક અધિકારીને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
આ આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરતા ખાતા ધારક અલ્પિત ગજજરનું નામ સામે આવ્યું હતું જે બાદ પોલીસે સાણંદ ખાતે આવેલ અલ્પિતનાં નિવાસ સ્થાને તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને તેના ભાગીદાર સાથે થાઇલેન્ડ ફરવા ગયો હતો.
આ બાદ આરોપી ફરી ને પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી નકલી નોટો ના રેકેટ નો ભેદ ઉકેલ્યો. અલ્પિત સાથે ગેરેજ નાં ભાગીદાર જનક પારેખની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે અલ્પિત ગજજર અને જનક પારેખ બોપલમાં નેશનલ સ્પેર એન્ડ સર્વિસ નામનું ગેરેજ ચલાવતા હતા અને ગેરેજનો વકરો સરખા ભાગે વેચી લેતા હતા. આ બન્ને ભાગીદારો 12 ડિસેમ્બર નાં થાઇલેન્ડ નો પ્લાન કર્યો હતો. આ જ દિવસે અલ્પિત સવારે નકલી નોટ કેશ ડિપોઝિટ મશીનમાં જમાં કરીને થાઇલેન્ડ ફરવા જતો રહ્યો હતો.
થાઇલેન્ડ 6 થી 7 વખત ફરવા માટે આરોપી અલ્પિત મિત્રો સાથે ફરવા ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પરંતુ તેના ઘરની પરિસ્થિતિ જોતા થાઇલેન્ડ ટ્રીપ પાછલ નકલી નોટ નાં કનેક્શન ની પણ શંકા પોલીસે વ્યક્ત કરી છે કારણકે ઘરે બેસવા માટે સોફા કે ટીવી નથી પરંતુ ફ્લાઇટ મા થાઇલેન્ડ જઈ ને મોજશોખ કરવા પાછળ પૈસા ક્યાં થી આવતા હશે તેને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
મહત્વનું છે કે આરોપી એ પોતાના એકાઉન્ટમાં અસલી નોટો 500 ના દર ની 95 હજાર જમા કરાવ્યા હતા. જે બાદ નકલી નોટો તેને જમા કરાવી હતી. પરંતુ સીસીટીવી અને મશીન નાં આધારે શંકાસ્પદ ગતિવિધિ ઓને લઈને નકલી નોટો જમાં કરાવનાર
ની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ વીડિયો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક, તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી
નકલી નોટોના નેટવર્કમાં પહેલી વખત કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાનો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ બજાર કે બેંકોમાં નકલી નોટોને ઘુસાડી ને અર્થતંત્રને તોડવાના પ્રયાસ થતા હતા. પરંતુ આ નોટની પ્રિન્ટિંગ કોલેટીને જોતા ફરી એક વખત નકલી નોટોના ષડયંત્ર કારોબાર ચાલતો હોવાનું પોલીસ અનુમાન છે. જેથી પોલીસે પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવીને સમગ્ર નેટવર્ક ની તપાસ શરૂ કરી છે.
Published On - 7:38 pm, Wed, 20 December 23