અમદાવાદમાં શ્વાનનો આતંક, છેલ્લા એક વર્ષમાં 60 હજાર અમદાવાદીઓને કૂતરા કરડ્યા

|

Feb 26, 2023 | 5:49 PM

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ ગત વર્ષ એટલે કે 2022માં અમદાવાદમાં 58,125 કેસ કુતરા કરડવાની ઘટના નોંધાઇ હતી. નિષ્ણાતોના મતે કુતરા કરવડાની ઘટનાઓમાં હડકાયા કૂતરાઓ રસીકરણ કારણે હોતા નથી. પરંતુ સાયકોલોજીકલ સ્થિતિના કારણે કૂતરાઓ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે

અમદાવાદમાં શ્વાનનો આતંક, છેલ્લા એક વર્ષમાં 60 હજાર અમદાવાદીઓને કૂતરા કરડ્યા
Ahmedabad Dog Nuisance

Follow us on

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ ગત વર્ષ એટલે કે 2022માં અમદાવાદમાં 58,125 કેસ કુતરા કરડવાની ઘટના નોંધાઇ હતી. નિષ્ણાતોના મતે કુતરા કરવડાની ઘટનાઓમાં હડકાયા કૂતરાઓ રસીકરણ કારણે હોતા નથી. પરંતુ સાયકોલોજીકલ સ્થિતિના કારણે કૂતરાઓ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ અમદાવાદ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કૂતરા કરડવાની 5707 ઘટનાઓ નોંધાઇ છે.

આ સિવાય ખાનગી હોસ્પિટલોના આંકડાઓ અલગ છે. કૂતરા કરડવાની ઘટનામાં લોકોની માન્યતા કૂતરું હડકાયું થયું હોવાની વધારે હોય છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે જે ઘટનાઓ બને છે એ પૈકી માત્ર જૂજ ઘટનાઓમાં જ કૂતરું હકડાયું હોય છે.

અમદાવાદમાં હડકાયા કૂતરાની શક્યતાઓ ઓછી છે

જ્યારે બાકીની ઘટનાઓમાં કૂતરાની સાયકોલોજીકલ સ્થિતિ વધારે જવાબદાર હોય છે. જેમ કે ગાડી સાથે એક્સિડન્ટ થયેલ કૂતરું ત્યારબાદ પસાર થતી બધી ગાડીઓ સામે ભસ્યા કરે છે. વેટરનીટી ડોકટર સચિન પરમાર જણાવે છે કે લોકોએ કુતરાઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ. ઘણા કેસોમાં લોકો પોતાના ઘર પાસે રહેલ કૂતરા પર ગરમ પાણી ફેંકતા હોય છે. આ સિવાય ડીસેમ્બર થી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં માદા કુતરાઓ તેમના બચ્ચાઓને જન્મ આપતી હોવાથી એના રક્ષણને લઈ વધારે આક્રમક બનતા કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અમદાવાદમાં હડકાયા કૂતરાની શક્યતાઓ ઓછી છે. કારણ કે ખસિકરણ અને હડકવાની રસી આપવામાં આવે છે. કૂતરું હડકાયું થયું હોય તો તે સ્ટેબલ ના હોય અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ભાગ્યા કરતું હોય છે.

Ahmedabad Dog Bites Cases

મનપાની ખસીકરણ  ઝુંબેશ

અમદાવાદમાં રખડતા કુતરાના ત્રાસ સામે અમદાવાદ મહાનગરપાલિકા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે મળી ખસીકરણ અભિયાન ચલાવે છે. અમદાવાદ મનપા વિસ્તારમાં રહીશો થકી રખડતા કૂતરાની સરેરાશ રોજની 15 થી 20 ફરિયાદો મળતી હોય છે. અમદાવાદમાં રોજના 120 થી 130 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે કે જેના કારણે કુતરાઓ સંખ્યામાં વધારો ના થાય.

ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે. અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે.

 

Next Article