ડોક્ટરોની હડતાળ સમેટાતાં હવે સોલા સિવિલમાં વર્ગ-3 ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા

|

Apr 09, 2022 | 12:05 PM

લેબ ટેકનીશીયન, લેબ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર ફાર્માસિસ્ટ ક્લાર્ક મેડિકલ સોશિયલ વર્કર, આઉટસોર્સિંગ સ્ટાફ હડતાળ પર બેસી ગયો છે. ટેકનિકલ સ્ટાફ સહિતની સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વ્યવસ્થા ખોરવાઈ જતાં દર્દીઓ રામભરોસે છે.

રાજ્યમાં ડોક્ટરો (Doctors) ની હડતાળ (Strikes) સમેટાતાં હવે સોલા સિવિલ હોસ્પિટળ (Hospital) માં વર્ગ-૩ ના કર્મચારીઓ (workers) હડતાળ પર ઉતરી ગયા છે. પગાર વધારાના મુદ્દે 70થી વધુ સ્ટાફ હડતાલ પર ઉતર્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3ના કર્મચારીઓએ કામકાજ બંધ કરી દેતા દર્દીઓને હાલાકી પડી રહી છે. લેબ ટેકનીશીયન, લેબ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર ફાર્માસિસ્ટ ક્લાર્ક મેડિકલ સોશિયલ વર્કર, આઉટસોર્સિંગ સ્ટાફ હડતાળ પર બેસી ગયો છે. ટેકનિકલ સ્ટાફ સહિતની સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વ્યવસ્થા ખોરવાઈ જતાં દર્દીઓ રામભરોસે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના સરકારી તબીબો દ્વારા આરોગ્ય વિષયક માંગણીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે કરવામાં આવેલી હડતાળનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબો અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે પરામર્શ કરીને સુખદ અંત લાવવામાં આવ્યો છે. રાજ્યની આરોગ્ય સેવાઓને અવિરત કાર્યરત રાખી ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યના દંતશિક્ષકો અને આયુષના શિક્ષકો, વૈધો માટે N.P.A. માટે અલગથી વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ : જાણો શું છે સરખેજ મકબરાનો ઇતિહાસ અને શું છે તેનું મહત્વ ?

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:16 am, Sat, 9 April 22

Next Video