અમદાવાદનું(Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(SVPI)ભારતીય પરંપરા મુજબ દિવાળીની(Diwali 2022) ઉત્સાહભેર ઉજવણી માટે સુસજ્જ છે. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુસાફરી કરતા લોકો માટે એરપોર્ટે દ્વારા અનેક આશ્ચર્યજનક ઓફર્સ રાખવામાં આવી છે. તહેવારોની ઉજવણી જીવનમાં આનંદની અભિવ્યક્તિ, સંબંધોની કેળવણી, તેમજ જીવનને નવીનતાને જીવંત બનાવી રાખે છે. દિવાળી જેવા પ્રકાશપર્વની ઉજવણી માટે આતશબાજી અને રંગબેરંગી રોશનીના જગમગાટથી કરતાં વધુ સુંદર રીતે કશું ના હોઈ શકે. જેમાં ટર્મિનલ પર મુસાફરો રોચક અનુભવને સેલ્ફી લઈને યાદગાર બનાવી શકે તે માટે દિવાળીની સજાવટનું મુખ્ય આકર્ષણ છે. મુખ્ય રચનામાં સ્ટેઇન્ડ ગ્લાસમાં જગમગાટ સાથે ચોમેર ચમકતી રંગબેરંગી રોશનીનો સમાવેશ થાય છે. રોશનીના પ્રકાશથી આંજી દેતુ અંદરનું ભવ્ય શૈન્ડ લિયર બાહ્ય દેખાવને પણ પ્રકાશિત બનાવે છે.
જેમાં મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશતા જ કેટલીય પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી શકે છે, જેમાં દિવા બનાવવા, મીણબત્તી બનાવવી જેવી આશ્ચર્યજનક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મુસાફરોના રોકાણના સમયને રસપ્રદ બનાવવા તેઓ કલાકારોની મદદથી તેમમાં રહેલી કળા અભિવ્યક્ત પણ કરી શકે છે તેમજ તેમણે બનાવેલી કળાનો નમુનો યાદગીરીરૂપે ઘરે પણ લઈ જઈ શકે છે.
SVPI એરપોર્ટ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ અને સગવડો મળી રહે તેને સૌથી વધુ મહત્વ આપે છે. તેમાં ઉમેરો કરવા આ દિવાળી પર શોપિંગમાં ડિસ્કાઉન્ટ સાથે સરપ્રાઈઝ ગિફ્ટ્સ પણ મળશે. એટલુ જ નહી, એરપોર્ટ પર શોપિંગ એંગેજમેન્ટ એક્ટિવિટીઝ પણ છે, જેમાં મુસાફરોને ખાતરી પૂર્વક ડિસ્કાઉન્ટ વાઉચર અપાશે. પ્રસ્થાન કરનારા મુસાફરોને ટર્મિનલ બિલ્ડીંગમાં લટાર મારવી પણ લાભદાયી નીવડશે. દિવાળી પહેલા આવી આકર્ષક ઓફર્સ ક્યારેય ન હતી. ફ્લાઈટની રાહ જોતા મુસાફરોને પ્રવાસનો ભરપૂર આનંદ મળી રહે તે માટે એરપોર્ટ પર ચાલુ મહિને લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.