Ahmedabad: ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં

|

Mar 13, 2022 | 6:50 PM

ધોળકા પોલીસ દ્વારા ઘટના અંગેની ફરિયાદ જાહેર જ કરાઈ ન હતી. પોલીસે જણાવ્યુ હતું કે આ ઘટના સંવેદનશીલ હોય અને બીજા કોઇ બનાવ ન બને તે માટે ફરિયાદ જાહેર કરવામાં આવી ન હતી.

Ahmedabad: ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં
ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં

Follow us on

ધોળકા (Dholka) માં 15 વર્ષની સગીરા (teenage) સાથે આઠ જેટલા શખ્સોએ દુષ્કર્મ હોવાની ઘટના બહાર આવી છે. ધોળકા પોલીસ (Police) સગીરાના નિવેદનો લઈ આઠ આરોપી (accused) ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. ઘટના સ્થળે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી અલગ અલગ નમુના લેવામાં આવ્યા હતા. સગીરાના આરોગ્યની તપાસ માટે પહેલા ધોળકા આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાઇ હતી, ત્યારબાદ વધારે તપાસ માટે અમદાવાદ (Ahmedabad) ની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ધોળકા પાસેના સીમ વિસ્તારમાં ટાઉન વિસ્તારની એક સગીરા ઉપર આઠ યુવકોએ સામૂહિક દુષ્કર્મ આરચતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત લઘુમતી સમાજના લોકોના ટોળા ધોળકા ટાઉન પોલીસ મથકે તેમજ હોસ્પિટલ ખાતે ધસી જતા વાતાવરણ પણ તંગ થયુ હતુ. સદર બનાવ અંગે પોલીસે પોક્સો તેમજ ઈપીકોની કલમ 374, 375, 376 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ જુદી જુદી ટીમોને મેદાનમાં ઉતારીને આઠેય યુવાનોને પકડી લીધા છે. પરંતુ તેમના નામ જાહેર ન કરતા પોલીસની કામગીરી સામે પણ ઉગ્ર રોષની લાગણી વ્યાપી છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ, ધોળકા ટાઉન વિસ્તારની 15 વર્ષની સગીરાને શહેર નજીકના ખાનપુર પાસે સીમ વિસ્તારના એક ખેતરમાં રાત્રિના સુમારે ઉઠાવી જઈને આઠ યુવાનોએ સામુહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. વધુમાં સ્થાનિકોમાં ચર્ચાતી માહિતી અનુસાર, આ જધન્ય કૃત્યમાં સગીરાએ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી. જોકે પોલીસે ગોળ ગોળ વાત કરીને 8 આરોપીઓ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ ઘટના બાદ સગીરાને હાલ અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાએ સારવાર દરમિયાન રડીને રાત્રી પસાર કરી હતી, જ્યારે સગીરાને પિતાનો સંપર્ક પણ થઇ શક્યો ન હોવાથી તેમના ઘરે જતાં ત્યાં પણ તેઓ હાજર મળ્યા ન હતાં.

ધોળકા પોલીસ દ્વારા ઘટના અંગેની ફરિયાદ જાહેર જ કરાઈ ન હતી. પોલીસે જણાવ્યુ હતું કે આ ઘટના સંવેદનશીલ હોય અને બીજા કોઇ બનાવ ન બને તે માટે ફરિયાદ જાહેર કરવામાં આવી ન હતી. તેમજ આઠેય નરાધમોના નામ પણ જાહેર કરાયા ન હતા. એટલું જ નહીં કેટલાક આરોપીઓને બચાવવા કેટલાક નેતાઓએ પણ દોટ મુકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

આ પણ વાંચોઃ The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

Next Article