ગુજરાતમાં દિવાળી નિમિત્તે ભક્તોની ભારે ભીડ, મંદિરોમાં પાંચ દિવસ ઉત્સવ મનાવાશે

|

Nov 04, 2021 | 7:14 PM

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.

આજે મહાપર્વ દિવાળીનો(Diwali)તહેવાર છે.દેશભરમાં પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.ત્યારે રાજ્યભરમાં મંદિરોમાં(Temple)ભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહેસાણામાં પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં(Bahucharaji) માતાજીને સોનાનો થાળ(Golden Thal)ધરાવવામાં આવ્યો.

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ડાકોર મંદિરમાં પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની ભીડ જોવા મળી.

બીજી તરફ દિવાળીના મહાપર્વ નિમિત્તે અમદાવાદના વેજલપુરના મહાલક્ષ્મી મંદિરમાં શ્રી યંત્રની પૂજા કરવામાં આવી.દિવાળીના શુભ દિવસે શ્રી યંત્રની પૂજાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. સુખ-સમૃદ્ધિ મેળવવા લોકો લક્ષ્મી માતા અને શ્રી યંત્રની પૂજા કરે છે..તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ મંદિરમાં 6 ફૂટ લંબાઈ 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું.

આ તરફ અમદાવાદના ગુરૂકુળ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પૂજન કરાયું. સંતોની હાજરીમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વેપાર-ધંધાની વૃદ્ધિ અર્થે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું.તો બીજી તરફ સુરતના ઉદ્યોગકારોએ આજના દિવસે ચોપડા પુજન અને લક્ષ્મી પૂજન કરી રહ્યા છે.

આ પણ  વાંચો : ભારતે શ્રીલંકાને 100 ટન નેનો લિક્વિડ યુરિયાની સપ્લાય કરી, આયાત પર પ્રતિબંધને કારણે મોટી અછત સર્જાઈ

આ પણ વાંચો :  નિવૃત્તિ બાદ માત્ર આરામ કરવાની ભૂલ ન કરો… જાણો વૃદ્ધાવસ્થામાં મહેનત કરવી કેમ જરૂરી છે ?

Published On - 7:06 pm, Thu, 4 November 21

Next Video