Ahmedabad : ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી, ભક્તોની ભારે ભીડ

|

Aug 30, 2021 | 8:14 PM

આ વર્ષે કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ છે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓને જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. વર્ષ 2019માં કોરોના પહેલા અંદાજે 2 લાખથી વધારે શ્રદ્ધાળુઓ રાધા-ગોવિંદજીના દર્શનનો લાભ ઉઠાવ્યો હતો.

પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ છે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સીગનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેવું મંદિરના મહંતો દ્વારા જણાવાયું છે. મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે.

સાથે સાથે અમદાવાદના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.

જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 7.30 વાગ્યે ભગવાનના નવા વસ્ત્રોના શ્રુંગાર દર્શન ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ કથા અને ત્યારબાદ સવાર 9 થી રાત્રીના 1 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :  DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Published On - 8:10 pm, Mon, 30 August 21

Next Video