હવે માત્ર બે મિનિટ બ્રેઇન સ્કેન કરી જાણી શકાશે તેની સ્થિતિ, સંશોધક દંપતીનો દાવો

|

Nov 08, 2021 | 11:40 PM

અમદાવાદના દંપતી અનુપમ લાવણીયા અને તેમના પત્ની શિલ્પા લાવણીયાએ આ મશીન બનાવ્યું છે.આ મશીનથી અકસ્માત અને અન્ય ઘટનામાં મગજને થતી અસરને ત્વરીતે જાણી શકાશે તેવો આ દંપતીનો દાવો છે.

હવે બે મિનિટમાં બ્રેઈન સ્કેન(Brain Scan)કરીને રિપોર્ટ મેળવી શકાશે કે દર્દીને બ્રેઇન હેમરેજ છે કે નહીં. અત્યાર સુધી આ રિપોર્ટ જાણવા માટે MRI કે સિટીસ્કેન( CT Scan) કરવું પડતું હતું. જેમાં રિપોર્ટ આવતા 2 કલાક કે તેથી વધુનો સમય લાગતો હતો.. આટલા સમયમાં દર્દીની હાલત વધુ બગડવાની પણ શક્યતાઓ રહેલી છે.

ત્યારે CERBO મશીન આવવાથી 2 મિનિટમાં રિપોર્ટ મળી જતા દર્દીની સારવાર ઝડપી બનશે તેવું મશીન બનાવનારનું માનવું છે.. અમદાવાદના(Ahmedabad)દંપતી અનુપમ લાવણીયા અને તેમના પત્ની શિલ્પા લાવણીયાએ આ મશીન બનાવ્યું છે.. જેઓ શ્યામલ પાસે સ્થિત બાયોટેક રિસર્ચ કંપનીમાં ફરજ બજાવે છે.. આ મશીનથી અકસ્માત અને અન્ય ઘટનામાં મગજને થતી અસરને ત્વરીતે જાણી શકાશે તેવો આ દંપતીનો દાવો છે.

આ દંપતીએ વર્ષ-2016માં મશીન બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે 2016થી 2020 એટલે કે 4 વર્ષમાં મશીનના કુલ 13 વર્ઝન બનાવ્યા છે. જેમાં છેલ્લું વર્ઝન સરબો મશીન છે. જે મશીનની મદદથી 2 મિનિટમાં બ્રેઈન ઈન્જરીના ટેસ્ટનું રિઝલ્ટ જાણી શકાશે.. તેમજ મશીનનો રિપોર્ટ સચોટ આવતો હોવાનો પણ મશીન બનાવનારનો દાવો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાની ચર્ચા, કુંવરજી બાવળિયાને સમર્થન આપવા આહવાન

આ પણ વાંચો : ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી 

 

Next Video