
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. ભારતમાં એન્ટિ રેગિંગ કાયદો હોવા છતા પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ગુજરાતની જ વાત કરીએ તો વર્ષ 2019થી અત્યાર સુધીમાં 9થી વધુ રેગિંગની ઘટનાઓ સામે આવી છે. જો કે કાયદો હોવા છતા મોટા ભાગના કેસોમાં રેગિંગ કરનારને માત્ર ફરીથી આવી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપીને છોડી દેવામાં આવે છે. જેના કારણે આ ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં બનેલી ઘટનાઓની વાત કરીએ તો તે નીચે મુજબ છે.
ભારતની આઝાદીના સમય પહેલા અહી રેગિંગે પગ પેસારો કરી દીધો હતો. સૌથી પહેલા અંગ્રેજી માધ્યમોના સંસ્થાનોમાં રેગિંગનું ચલણ શરૂ થયું હતું. પરંતુ તે માત્ર નવા વિદ્યાર્થીઓના પરિચય પૂરતું સીમિત હતું અને પછી સમય જતાં વિદ્યાર્થીઓ એક બીજા સાથે હળી-મળી જતાં હતા.
વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો
અંતર્ગત જો કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે. સાથે સાથે IPC અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં કોઈ પણ કાર્યવાહી ન કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજર અંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે. અથવા તો આર્થિક દંડ થઈ શકે છે. કોલેજોમાં રેગિંગના વધતાં જતાં ભયાનાક કિસ્સાઓમાં UGCએ વિદ્યાર્થીઓના વ્યવહારને લઈને ઘણા સખત નિયામો બનાવ્યા છે. અને તેની અમલવારી ન થાય તો આકરી સજાઓની પણ જોગવાઇઓ કરી છે.
વિદ્યાર્થીના કુદરતી રંગ-રૂપ અથવા તો તેના પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેંસ પહોચે તેવા વ્યવહાર કરવાને – કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મ સ્થળ, ભાષા કે તેના ધર્મ-જાતિને લઈને અપમાનિત કરવાને રેગિંગ કહેવાશે
વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉંડ પર ટિપ્પણી કરવી તેને પણ રેગિંગની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવશે – વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં પણ કોઈ કામ કરવાનું દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે પણ રેગિંગ ગણાશે.