Ahmedabad: લોકોમાં રસીને લઈને અનેરો ઉત્સાહ, ઝરમર વરસાદમાં પણ લોકો પહોચ્યા રસી લેવા

|

Aug 01, 2021 | 7:05 AM

વેપારીઓ માટેની ફરજિયાત રસીનો આજે છેલ્લો દિવસ હતો, જેના કારણે મોટી સંખ્યામાં વેપારીઓ પણ રસી લેવા પહોચ્યા હતા.

Ahmedabad: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકો પોતાની જાતને સુરક્ષિત કરવા માટે જાગૃત થયા છે. રસીકરણને લઈને એટલી જાગૃતિ આવી ગઈ છે કે વરસતા વરસાદમાં પણ લોકો રસી લેવા માટે થઈને લાંબી કતારો લગાડે છે. આવા દ્રશ્યો સાબિત કરે છે કે કોરોના સામે લડવા માટે કોરોના વેક્સિન જ એ એક માત્ર ઉપાય છે.

વેપારીઓ માટેની ફરજિયાત રસીનો આજે છેલ્લો દિવસ હતો. જેના કારણે મોટી સંખ્યામાં વેપારીઓ પણ રસી લેવા પહોચ્યા હતા. જો કે વેપારીઓને ફરજિયાત વેક્સિનની બાબતમાં વધુ 15 દિવસની રાહત મળી છે.

 

આ પણ વાંચો: Gujarat કોરોના વેકસિનેશનમાં અગ્રેસર, ત્રણ કરોડથી વધુ ડોઝ અપાયા

આ પણ વાંચો: આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

Next Video