AHMEDABAD : હાઇકોર્ટના આદેશ બાદ પણ સામાન પરત ન કરતા લારીગલ્લા અને પાથરણા સંઘનો AMCના ગોડાઉન ખાતે હોબાળો

|

Dec 15, 2021 | 6:26 AM

સ્થળ પર પહોંચેલા અધિકારી AMCના ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ TDO ઘનશ્યામ વેકરીયાએ કહ્યું કે હાઈકોર્ટનો ઓર્ડર છે પણ કોઈને આડેધડ સામાન આપવાનો નથી.

AHMEDABAD : હાઇકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદ મનપાએ લારીગલ્લા અને પાથરણાવાળાઓને તેમનો સામાન પરત ન કરતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.સિંધુ ભવન રોડ પર આવેલા AMCના ગોડાઉનમાં લારી-ગલ્લા માલિકો અને AMCના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.હાઇકોર્ટે 24 કલાકમાં લારીમાલિકોને તેમની લારી પરત કરવાનો આદેશ કર્યા બાદ આજે લારીગલ્લા અને પાથરણાવાળા AMCના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા અને AMCએ જપ્ત કરેલી લારીઓ અને સામાન કોઇ પણ અરજી પ્રક્રિયા કર્યા વગર જાતે જ બહાર કાઢવા લાગ્યા હતા.જે મામલે સ્થળ પર પહોંચેલા અધિકારીઓ અને લારી-ગલ્લા માલિકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.

સ્થળ પર પહોંચેલા અધિકારી AMCના ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ TDO ઘનશ્યામ વેકરીયાએ કહ્યું કે હાઈકોર્ટનો ઓર્ડર છે પણ કોઈને આડેધડ સામાન આપવાનો નથી. સામાન પરત લઇ જવા અંગે તેમણે કહ્યું કે ફોર્મ ભરીને સામાન પરત લઇ જવાનો હોય છે, કારણ કે કોણ કોનો સામાન લઇ જાય છે એની જાણ હોવી જરૂરી છે. તેમણે કહ્યું અહિયાં કોઈનો સામાન કોઈ લઇ જશે તો થર્ડ પાર્ટી આવશે અને હોબાળો કરશે.તેમણે કહ્યું કે વ્યવસ્થા છે, ફોર્મ ભરીને સામાન લઇ જાય, પણ આ તો લૂંટ કરી હોય એવી વાત છે.

તો, આ તરફ લારી-ગલ્લા પાથરણા સંઘનું કહેવું છે કે, તેમણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં, તંત્રના અધિકારીઓ દ્વારા ઉદાસીન વલણ રાખવામાં આવતું હતું.જેના કારણે તેમણે જાતે જ ગોડાઉનમાંથી લારીઓ બહાર કાઢી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ થઈ રહ્યું છે ઓમિક્રોનના જીનોમ સિક્વન્સની કીટનું પરીક્ષણ

Next Video