અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી

|

Mar 19, 2022 | 7:17 PM

જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી
અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી

Follow us on

16 શાળાઓમાં ભણતા 184 બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ

એક તરફ જ્યાં સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. ત્યાં બીજી તરફ ગુજરાતીઓમાં જ ગુજરાતી ભાષાની અવગણના કરવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરની DEO કચેરી ખાતે કુલ 16 ગુજરાતી માધ્યમની ખાનગી શાળાઓના સંચાલકોએ શાળા બંધ કરવાની પરવાનગી માંગતી અરજી કરી છે. જેમાં તેમણ

મુખ્યત્વે નિભાવ ખર્ચ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને જવાબદાર ઠેરવી છે. શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાતી માધ્યમની આટલી શાળાઓ બંધ થવા લાગે ત્યારે ફરીવાર અંગ્રેજીના ક્રેઝ સામે ગુજરાતી ભાષા મરણપથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે ટીવી9 ગુજરાતી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં વાલીઓના અંગ્રેજી ભાષામાં વધતા ક્રેઝને લીધે ગુજરાતી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

હવે આ જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે પણ આ મુદ્દે જણાવ્યું હતું કે વાલીઓમાં ક્યાંકને ક્યાંક ગુજરાતી ભાષા પ્રત્યે એક પૂર્વગ્રહ જોવા મળી રહ્યો છે કે જો મારું બાળક ગુજરાતીમાં ભણેલું હશે તો તે અન્ય બાળકોની સરખામણીમાં નબળું ગણાશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

તેમજ હરીફાઈમાં પાછળ રહી જશે, ઉપરાંત વિદેશમાં બાળકોને આગળ જતા મોકલવું હોય તે સમયે તેને મુશ્કેલી ન પડે તે માટે પણ અંગ્રેજી માધ્યમનો આગ્રહ વાલીઓ રાખતા હોય છે. ઉપરાંત વાલી મંડળ તરફથી અમિતભાઈ પંચાલે જણાવ્યું હતું કે અનેક ગુજરાતી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ નથી હોતા, જેથી બાળકોની કેળવણી પર પણ વિપરીત અસર પડે છે તેને કારણે પણ વાલીઓ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાનો નિર્ણય લેતા હોય છે.

બંધ થનાર સ્કૂલોની યાદી

કામેશ્વર સ્કૂલ, જોધપુર (અંગ્રેજી અને ગુજરાતી)

પુલકિત સ્કૂલ, પાલડી

ગાયત્રી વિદ્યાલય, વિંઝોલ (અંગ્રેજી અને ગુજરાતી)

સ્કોલર ઇન્ટરનેશનલ ખોખરા

આઈ એન પટેલ, નિર્ણયનગર

સ્વામિનારાયણ સ્કૂલ, ચાંદલોડિયા

એમ એ કલામ સ્કૂલ, જુહાપુરા

ડી એસ પટેલ સ્કૂલ, ઓઢવ

પી આર પટેલ, ડી કેબિન, ચાંદખેડા

રવિ બાલ વિદ્યામંદિર, અસારવા

ગાંધી વિદ્યાલય

આનંદ પ્રાથમિક શાળા,

અંબિકા પ્રાથમિક શાળા, બાપુનગર

નવયુગ સ્કૂલ

આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

Next Article