ગુજરાત પ્રવાસે આવેલા આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલની વધુ એક રેવડી, મહિલાઓના બેંક ખાતામાં એક એક હજાર રુપિયા આપવાનો વાયદો

|

Sep 12, 2022 | 4:30 PM

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly elections) આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે દ્વીપક્ષીય નહીં પરંતુ ત્રીપાંખિયો જંગ જોવા મળશે. જેને લઈને અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં સક્રિયતા તેજ બની ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં સંબોધનમાં કેજરીવાલે જણાવ્યુ કે ‘ભાજપ લોકોને ડરાવવાનું કામ કરે છે’

વિધાનસભા ચૂંટણીઓને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. એકબાદ એક ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે દ્વીપક્ષીય નહીં પરંતુ ત્રીપાંખિયો જંગ જોવા મળશે. જેને લઈને અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અરવિંદ કેજરીવાલે જનતાને સવાલ કર્યો કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. પણ શું એકવાર પણ ભાજપના કોઇ મુખ્યમંત્રી કે મંત્રીએ તમારી સાથે આ રીતે સામ સામે બેસીને આ રીતે સંવાદ કર્યો છે? ક્યારેય તમને સન્માન આપ્યુ છે ? તમારા ઘરે ભોજન કરવા આવ્યા છે ? પણ અમે તમને પોતાના માનીએ છીએ, અમે તમને અમારા પરિવારનો ભાગ માનીએ છીએ એટલે અમે તમારુ સન્માન પણ કરીએ છીએ. આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે ભાજપ લોકોને ડરાવવાનું કામ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે અમારી સરકાર આવશે તો દરેક રિક્ષાવાળાના છોકરા ડોક્ટર અને એન્જીનિયર બનશે. તમારા બાળકને અમે સારી શિક્ષા અપાવીશુ. તમારુ બાળક તમારા ઘરની ગરીબી દુર કરશે. સાથે જ તેમણે  મહિલાઓના ખાતામાં દરમહિને એક એક હજાર રૂપિયા આપવાની પણ વાત કરી હતી. તેમણે જો કોઇ પરિવારમાં મા, દીકરી અને પત્ની હોય તો ત્રણેયના એક એક હજાર એમ ત્રણ હજાર રુપિયા ખાતામાં નાખવાની પણ જાહેરાત કરી હતી.

Published On - 1:34 pm, Mon, 12 September 22

Next Article