Cyclone Biparjoy threat over East Central Arabian Sea precautionary measures taken by Indian Railways
Cyclone Biparjoy: ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલ્વેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા છે.
આ પણ વાંચો :Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ દરિયાકાંઠાના જિલ્લાના અધિકારીઓ પાસેથી 8 જિલ્લાની સજ્જતા અંગેની મેળવી માહિતી
IMDના તાજેતરના બુલેટિન મુજબ, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ આગળ વધી રહ્યું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોને અસર કરી શકે છે. આગામી 4 દિવસ માટે ચક્રવાત ‘બિપરજોય’ની આગાહી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવી છે. વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર થવાની આશંકા છે. સંવેદનશીલ વિભાગોમાં ભાવનગર, મહુવા, વેરાવળથી પોરબંદર વિસ્તાર, ઓખાથી હાપા અને ગાંધીધામ વિસ્તારનો સમાવેશ થાય છે.
14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલ્વેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે આ મુજબના પગલાં અમલમાં મૂક્યા છે.
પશ્ચિમ રેલવેનો એક્શન પ્લાન:
ઝોનલ રેલવે હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમનું સક્રિયકરણ અને વિવિધ વિભાગો દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક મોનીટરીંગ.
ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ડિવિઝન હેડક્વાર્ટર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમની કામગીરી.
બહુવિધ સ્થળોએ પવનની ગતિનું નિયમિત દેખરેખ અને જો પવનનો વેગ 50 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો ટ્રેનોને નિયંત્રિત કરવા અથવા રોકવા માટેની સૂચનાઓ. સ્ટેશનો પર એનિમોમીટર લગાવવામાં આવ્યા છે અને પ્રતિ કલાકના આધારે પવનની ગતિનું રીડિંગ લેવામાં આવી રહ્યું છે.
- વાસ્તવિક સમયની દેખરેખ અને સંકલન માટે ઑનલાઇન જૂથોની રચના.
- mausam.imd.gov.in વેબસાઇટ પર ચક્રવાત સંબંધિત માહિતીનું સતત નિરીક્ષણ.
- કટોકટીના સ્થળાંતર માટે પૂરતા ડીઝલ એન્જિન અને કોચિંગ રેકની ઉપલબ્ધતા.
- ડબલ સ્ટેક કન્ટેનર લોડ કરવાનું સસ્પેન્શન અને તેમની હિલચાલ પર પ્રતિબંધ.
- ચક્રવાતની પરિસ્થિતિના આધારે પેસેન્જર ટ્રેનના સમયપત્રક અને જરૂરી નિર્ણયોની સમીક્ષા.
- રાહત ટ્રેનની તૈયારી.
- વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે લોકો પાઇલોટ્સ અને મદદનીશ લોકો પાઇલટ્સનું કાઉન્સેલિંગ, ક્રૂ આરામ માટેના વિવિધ રનિંગ રૂમમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ (ખોરાક, મેડિકલ વગેરે) કરવામાં આવી છે.
- પવનના મુક્ત માર્ગ માટે કોચના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવાની સૂચનાઓ.
- નજીકથી દેખરેખ માટે સઘન ફૂટપ્લેટ તપાસ હાથ ધરવામાં આવી છે.
- આરસીડી ઇંધણની અવરજવર માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવરોધાય તેવા કિસ્સામાં ચક્રવાત પછી સંપૂર્ણ ઇંધણવાળા ડીઝલ એન્જિનો અને ભરેલી RCD ઇંધણ ટાંકીઓની ઉપલબ્ધતા માટે વ્યવસ્થા.
- વૈકલ્પિક સંચાર વ્યવસ્થા (સેટેલાઇટ ફોન, FCT, અને સહિત ઇમરજન્સી કંટ્રોલ રૂમ)
- વૈકલ્પિક પાવર વ્યવસ્થા, અનામત સામગ્રી, મશીનરી અને મેન પાવર માટેની વ્યવસ્થા.
- ટ્રેક અને બ્રિજની દેખરેખ, ટ્રેકની નજીકના સંવેદનશીલ વૃક્ષોને ઓળખવા અને કાપવા
- સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થા
- આરપીએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા
ફસાયેલા મુસાફરો માટે વ્યવસ્થા:
a.પાણી અને ખાદ્ય સામગ્રીના પૂરતા સ્ટોક સાથે કેટરિંગ સ્ટોલ ચક્રવાતને અસર કરતા સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે.
b. મુસાફરોને ચેતવણી આપવા માટે ચક્રવાતની સ્થિતિ અંગે નિયમિત જાહેરાત કરવામાં આવશે.
c. ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક ખોલવામાં આવશે.
d. જરૂરિયાતના કિસ્સામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને ખસેડવા માટે રાજ્ય પરિવહન સેવાઓ સાથે જોડાણ કરાશે.
તબીબી તૈયારી:
- હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં એમ્બ્યુલન્સ અને પૂરતી દવાઓ તૈયાર રાખવામાં આવી છે.
- તબીબી રાજ્ય સત્તાવાળાઓ અને ચક્રવાત વિસ્તારની સૂચિબદ્ધ હોસ્પિટલો જો જરૂરી હોય તો દર્દીઓને ખસેડવા માટે સંપર્કમાં છે.
- રેલવે મેડિકલ ટીમ રાજ્યની મેડિકલ ટીમના સંપર્કમાં છે અને તેમની સાથે સંકલન કરી રહી છે અને ઈમરજન્સીના કિસ્સામાં દર્દીઓને શિફ્ટ કરવા માટે એમ્પેનલ્ડ હોસ્પિટલો સાથે પણ છે.
- ગુજરાત રાજ્ય એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નંબર 108 એલર્ટ.
- અન્ય સ્થાનિક હોસ્પિટલોને પણ જાનહાનિને પહોંચી વળવા માટે એલર્ટ કરવામાં આવી છે.
- મુંબઈમાં તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ એલર્ટ પર છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો