Ahmedabad: જાણો કઈ રીતે થાય છે સીમ સ્વેપ સાયબર ફ્રોડ, મોબાઈલ નેટવર્ક બંધ કરી મેળવી લે છે લાખો કરોડો રૂપિયા

|

Jun 08, 2023 | 11:04 PM

સાયબર ગઠિયાઓ મોટી મોટી કંપનીઓને ટાર્ગેટ કરવા નવા નવા કીમિયોઓ અપનાવી રહયા છે. મોટા વેપારીઓ કે ઉધોગપતિઓની કંપનીઓના બેન્ક એકાઉન્ટ માંથી નાણાં ખંખેરવા હવે નવી મોડસ ઓપરેનટી સામે આવી છે. મોટી કંપનીઓની માહિતી સાયબર ગઠિયાઓ મેળવી બાદમાં તેને ટાર્ગેટ કરે છે.

Ahmedabad: જાણો કઈ રીતે થાય છે સીમ સ્વેપ સાયબર ફ્રોડ, મોબાઈલ નેટવર્ક બંધ કરી મેળવી લે છે લાખો કરોડો રૂપિયા

Follow us on

Ahmedabad: રાજ્યમાં અનેક મોટી મોટી કંપનીઓ આવેલી હોય છે કે જેના અલગ અલગ બેંકોમાં કરોડો રૂપિયાના વ્યવહારો હોય છે. હવે સાયબર સી આવી કંપનીઓને ટાર્ગેટ કરી રહી છે અને કંપનીઓના બેન્ક એકાઉન્ટ માંથી લાખો કરોડો રૂપિયા પડાવી લે છે. સિમ સ્વેપ સાયબર ફ્રોડ (Cyber ​​fraud) દ્વારા કરોડો રૂપિયા પડવાનર સામે હવે પોલીસ સતર્ક બની છે.

કઈ રીતે થાય છે સીમ સ્વેપ સાઇબર ફ્રોડ (SIM Swap Cyber ​​Fraud)

સાયબર ફ્રોડ એ ગઠિયાઓ માટે નાણાં કમાવવાનું સાધન બની ગયું છે. મહત્વનુ છે કે પહેલા તો સાયબર ફ્રોડ કરનારા મોટી કંપનીઓના ડેટા મેળવે છે. બાદમાં તે કંપનીના એકાઉન્ટન્ટ પર કોઈ બિલ કે ઇન્વોઇસ મોકલે છે. જે કંપનીના એકાઉન્ટન્ટ ડાઉનલોડ કરતાં જ તેનું કોમ્પ્યુટર હેક થઈ જાય છે અને સાયબર ગઠિયાઓ તેને એક અઠવાડિયા સુધી મોનીટર કરે છે. આ દરમ્યાન તેના બેન્ક વ્યવહારો અને કંપનીઓના જે પણ વ્યક્તિના બેન્ક એકાઉન્ટ જે મોબાઈલ નંબર સાથે લિંક હોય છે તે તમામ વિગતો મેળવી લે છે.

બાદમાં જે તે મોબાઈલ નંબર જે પણ કંપનીનો હોય છે તે કંપનીને સીમ કાર્ડ બંધ કરવાનો ઇમેઈલ કરે છે. પહેલેથી જ સાયબર ગઠિયાઓ પાસે એકાઉન્ટન્ટ નું કોમ્પ્યુટર હેક હોવાથી જે તે કંપની કે વ્યકિતનાં ઈમેઇલ પરથી જ સીમ કાર્ડની કંપનીમાં ઈમેઇલ કરવામાં આવે છે. નેટવર્ક બંધ થઈ જતાં જે તે કંપનીના એકાઉન્ટ માંથી લાખો રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાં આવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શા માટે સાયબર ગઠિયાઓ શુક્રવારે ફ્રોડની શરૂઆત કરે છે.

સામાન્ય રીતે સીમ સ્વેપની ઘટનામાં મોબાઈલ નેટવર્ક બંધ કરવાનું હોય છે. એટલે જો આરોપીઓ શુક્રવારે સાંજે મોબાઈલ નેટવર્ક બંધ કરાવે તો શનિવારે ફરીથી નેટવર્ક શરૂ કરવાની પ્રક્રિયા થતી હોય છે અને રવિવારે સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં રજા હોય છે જેથી જે તે વ્યક્તિનું નેટવર્ક શરૂ થતાં બે દિવસનો સમય લાગે છે. આ બે દિવસમાં સાયબર ગઠિયાઓ પોતાનું કામ કરી લેતા હોય છે.

કોણ અને ક્યાંથી ઓપરેટ થાય છે સીમ સ્વેપ ફ્રોડ

સાયબર ક્રાઇમને જે ફરિયાદો મળે છે તેની તપાસમાં સામે આવતું છે કે સામાન્ય રીતે સીમ સ્વેપ સાયબર ફ્રોડ કરતી આ ગેંગો વધુ પડતી વેસ્ટ બંગાળ માં રહે છે અને ત્યાંથી જ મોટી મોટી કંપનીઓને પોતાનો શિકાર બનાવે છે. આ ઉપરાંત જે વેસ્ટ બંગલામાં ગેંગ સાઇબર ફ્રોડ ને અંજામ આપે છે તેના આકાઓ નાઇજિરિયન હોય છે અને ત્યાંથી મળતી સૂચનાઓ મુજબ વેસ્ટ બંગાળની ગેંગ કામ કરતી હોય છે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા ફેરફાર, આગામી બે સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીના નામની થશે જાહેરાત

આમતો સમગ્ર રાજ્યમાં અનેક કંપનીઓ આવેલી છે જેમાં સાયબર ફ્રોડ થઈ શકે છે પણ અમદાવાદમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મોટી કંપનીઓમાં આ પ્રમાણે સીમ સ્વેપ કરી લાખો રૂપિયા પડાવવાની ફરિયાદો આવી રહી છે. દર મહિને અમદાવાદમાં એક કંપની સીમ સ્વેપ સાયબર ફ્રોડ શિકાર બની રહી છે. ત્યારે મોબાઈલ માંથી નેટવર્ક બંધ થવા જેવી સામાન્ય લાગતી બાબતને પણ ગંભીરતા થી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી બની છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:54 pm, Thu, 8 June 23

Next Article