ધનતેરસમાં બજારોમાં જામી ભીડ, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં વાહન અને સોનાની ધૂમ ખરીદી

|

Oct 22, 2022 | 2:39 PM

આનંદ,ઉત્સાહ,ઉમંગ,ખુશીઓના પર્વ દિવાળીની શુભ શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ પરંપરા મુજબ દિવાળીના (Diwali 2022) પર્વનું એક ખાસ મહત્વ છે. આજે ધનતેરસના પવિત્ર દિવસે માતા લક્ષ્મીની પૂજા-અર્ચનાની સાથે-સાથે સોનાની ખરીદીની પણ પરંપરા છે.

ધનતેરસમાં બજારોમાં જામી ભીડ, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં વાહન અને સોનાની ધૂમ ખરીદી
બજારોમાં ધનતેરસની ખરીદીની ધૂમ

Follow us on

મંદીની વાતો ભલે ચાલતી હોય પરંતુ હાલ રાજ્યભરમાં ધનતેરસના (Dhanteras 2022) દિવસે વાહન (vehicle) અને સોનાની (Gold) ધૂમ ખરીદી થઇ રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં વાહનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ સુરતની તો મોટી સંખ્યામાં લોકો ટુ-વ્હીલર ખરીદવા માટે શૉ-રૂમ પર પહોંચી રહ્યા છે. જ્યારે રાજકોટમાં સોની બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. આ તરફ અમદાવાદમાં પણ વાહનોની ધૂમ ખરીદી થઈ રહી છે. હવે લોકો નાની નહીં પણ મોટી કાર પસંદ કરી રહ્યા છે. હેચબેક કાર કરતા આ વખતે SUV કારની માગ વધી છે તો જવેલર્સના શોરૂમ પર સોનુ ખરીદવા લોકોની ભીડ જામી છે.

ઘરેણાની મજુરીમાં ડિસ્કાઉન્ટ મળતા ધસારો વધ્યો

આનંદ,ઉત્સાહ,ઉમંગ,ખુશીઓના પર્વ દિવાળીની શુભ શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ પરંપરા મુજબ દિવાળીના પર્વનું એક ખાસ મહત્વ છે. આજે ધનતેરસના પવિત્ર દિવસે માતા લક્ષ્મીની પૂજા-અર્ચનાની સાથે-સાથે સોનાની ખરીદીની પણ પરંપરા છે. ત્યારે આજે રાજકોટની સોની બજારમાં સોનાની ખરીદી માટે રાજકોટવાસીઓએ ભારે ભીડ જમાવી છે. મોટી સંખ્યામાં લોકો સોની બજારમાં સોનાની ખરીદી માટે ઉમટી પડ્યા છે. લોકોના ધસારાને જોતા સોનીઓએ પણ સોનાના ઘરેણાંની મજૂરીમાં ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરાકાળ બાદ પ્રથમ વખત દિવાળીનું પર્વ હર્ષોઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બજારમાં પહેલાની જેમ જ રોનક જોવા મળી રહી છે. ચોતરફ આનંદ, હર્ષોઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શો રુમમાં સોનું ખરીદવા લાગી ભીડ

ધનતેરસના શુભ પર્વ પર અમદાવાદના જવેલર્સના શોરૂમ પર સોનુ ખરીદવા લોકોની ભીડ જામી. ધનતેરસ પર સોનાની ખરીદી ઉત્તમ માનવામાં આવતી હોવાથી લોકોએ સોનાની ખરીદી કરી હતી. કેટલાક લોકોએ સોનાના ઘરેણાની સાથે લગ્ન સરાની પણ ખરીદી કરી હતી. બે વર્ષ બાદ દિવાળીનો તહેવાર ઉજવાતો હોવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક લોકોએ સોનાના ઘરેણાની સાથે લગ્ન સરાની પણ ખરીદી કરી હતી. સુરતમાં ભાજપ પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર સાથે ગૌમાતાની પૂજા કરી.

Published On - 2:32 pm, Sat, 22 October 22

Next Article