Gujarat ના આ 10 જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, એક્ટિવ કેસો પણ વધ્યા

|

Jan 09, 2022 | 4:31 PM

અમદાવાદ જિલ્લામાં 8754, સુરતમાં 4488, રાજકોટમાં 914, વડોદરામાં 893, આણંદમાં 547 . ગાંધીનગર 452, વલસાડ 367 , ખેડા 277, કચ્છ 273, અને ભાવનગરમાં 211  કોરોનાના એક્ટિવ કેસ છે.

Gujarat ના આ 10 જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, એક્ટિવ કેસો પણ વધ્યા
Gujarat Corona Update(File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona) બીજી લહેર બાદ 25 ડિસેમ્બરથી દરરોજ કોરોનાના કેસના વધતાં આંકડાએ સરકારની ચિંતા વધારી દીધી છે. તેમજ કોરોનાના વધતા કેસોએ છેલ્લા 15 દિવસમાં રાજ્યના 10 જિલ્લામાં પગપેસારો કરી લીધો છે.આ જિલ્લામાં હાલ કોરોનાના એક્ટિવ કેસની (Active Case) સંખ્યા 200 થી વધારે છે. જેમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં તો કોરોનાના કેસ વધતાંની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.

અમદાવાદ જિલ્લામાં 8754  એક્ટિવ કેસ

જેમાં અમદાવાદ જિલ્લામાં 8754, સુરતમાં 4488, રાજકોટમાં 914, વડોદરામાં 893, આણંદમાં 547 . ગાંધીનગર 452, વલસાડ 367 , ખેડા 277, કચ્છ 273, અને ભાવનગરમાં 211  કોરોનાના એક્ટિવ કેસ છે.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22901

તેમજ આ જિલ્લામાં કોરોનાના કેસોમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનના 32 નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22901 થઈ છે. જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22876 લોકો સ્ટેબલ છે .

અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271 કેસ

ગુજરાતમાં કોરોનાના ફેલાવાની વાત કરીએ તો અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62, જામનગરમાં 53, ગાંધીનગરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણા 41, વડોદરા જિલ્લામાં 38, જુનાગઢમાં 36, ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારી 26, દાહોદ 21, જામનગર જિલ્લો 20, અમરેલી 19, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે .

અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સતત વધી રહેલા કોરોના(Corona)કેસોમાં પગલે રાજયના આરોગ્ય વિભાગની(Health Department) ચિંતા વધી છે. તેમજ કોરોનાના સૌથી વધારે કેસો અમદાવાદ(Ahmedabad)શહેરમાં નોંધાયા છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી

તેમજ તેની બાદ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમજ સરકારે શુક્રવારે જાહેર કરેલા નવા નિયમો ઉપરાંત બીજા નિયમો લાગુ કરવામાં આવશે કે નહિ તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઇ નવા પ્રતિબંધો મૂકવાની નથી.

અમદાવાદ શહેરમાં ગમે તેવી પિક આવે તો મુશ્કેલી નહિ પડે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બે ટંકનો રોટલો કમાતા લોકોનો પણ વિચાર કરે છે. લોકોએ પણ કોરોનાથી બચવા માટે કોરોના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખે. તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઇએ. અમદાવાદ શહેરમાં ગમે તેવી પિક આવે તો પણ લોકોને કોઇ મુશ્કેલી નહીં પડે.

તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.

આ પણ  વાંચો : Dwarka: જેટકો કંપનીની વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ, ઉભા પાકને નુકસાન થતા વળતર આપવા ખેડૂતોની માગ

આ પણ વાંચો :  Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ઈકો કારમાં સવાર 5 લોકોને કાળ ભરખી ગયો

Published On - 1:12 pm, Sun, 9 January 22

Next Article