ગુજરાતમાં કોરોનામાં કેસોમાં ઘટાડો, માર્ચ માસમાં કોરોના નિયંત્રણો થઈ શકે છે હળવા ,માસ્ક દૂર કરવા અંગે અસમંજસ

|

Feb 23, 2022 | 4:28 PM

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500 થી નીચે નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત ઘટાડો થયો છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાના 90 થી પણ વધુ કેસો ઘટયા છે. જેના પગલે સરકાર કોરોનાને લઇને નિયંત્રણો હળવા કરવાના પ્રયાસમાં છે.

ગુજરાતમાં કોરોનામાં કેસોમાં ઘટાડો, માર્ચ માસમાં કોરોના નિયંત્રણો થઈ શકે છે હળવા ,માસ્ક દૂર કરવા અંગે અસમંજસ
Gujarat Confusion Over Mask Removal (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સતત ઘટી રહેલા કોરોના(Corona)  સંક્રમણના લીધે રાજય સરકાર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. તેમજ તેના પગલે આગામી માર્ચ માસમાં લોકોને વધુ કોરોના રાહત મળી શકે તેવી શકયતા છે. જેમાં રાજયના મહાનગરોમાં પણ કોરોના સંક્રમણ ઘટ્યું છે. જેના પગલે માર્ચ માસમા આવનારી નવી કોરોના એસઓપી વધુ રાહત મળી શકે છે. જો કે આ બધા વચ્ચે હાલમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીફટ સીટી ખાતેના એક કાર્યક્રમમાં માસ્કથી(Mask) લોકો કંટાળ્યા છે. તેમજ તેનાથી લોકોને રાહત મળશે તેવા સંકેતો પણ આપ્યા હતા. જેના પગલે લોકો પણ હવે માસ્કથી કયારે છૂટકારો મળશે તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. જો કે બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મરજિયાત માસ્ક કોઇ વિચાર નહિ હોવાનું જણાવ્યું હતું.

કોરોનાને લઇને નિયંત્રણો હળવા કરવાના પ્રયાસ

તેમજ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500 થી નીચે નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત ઘટાડો થયો છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાના 90 થી પણ વધુ કેસો ઘટયા છે. જેના પગલે સરકાર કોરોનાને લઇને નિયંત્રણો હળવા કરવાના પ્રયાસમાં છે. જેમાં 28 ફેબ્રુઆરી સુધી મહાનગરોમાં કોરોનાનો રાત્રિ કરફ્યુ અમલી છે. તેમજ સરકારે મુકેલા માસ્ક સહિતના નિયંત્રણો અમલી છે. તેવા સમયે માર્ચ માસમાં આવનારી નવી ગાઈડલાઇનમાં કરફ્યુ નાબૂદી સહિતના નિયંત્રણો હળવા થશે તેવી લોકોને અપેક્ષા છે.

મહામારીમાંથી બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ બહાર આવીશું : મુખ્યમંત્રી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા જ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાંથી મુક્તિ મળી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાને થોડા દિવસ અગાઉ ગિફ્ટ સિટીમાં એક બેઠકને સંબોધતા માસ્ક હટાવવાના સંકેત આપ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે મહામારીમાંથી બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ બહાર આવીશું. આ અંગે માર્ચ માસમાં આ અંગે નિર્ણય લેવાય શકે છે. ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક પહેરવો ફરજિયાત કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે નિયમનો ભંગ કરનારા સામે 1 હજાર રૂપિયાનો દંડ વસુલવા આદેશ કર્યો હતો.

Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો

મરજિયાત માસ્ક અંગે કોઇ વિચાર નહિ

હાલમાં જ રાજયની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે.કેસોની સંખ્યા જે આવી રહી છે તે ખુબ જ ઓછી છે અને જે પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે પણ એ સિમ્ટોમેટિક રહ્યા છે.જો કે હાલમાં માસ્ક મરજીયાત અંગે કોઇ વિચાર નથી.સામાન્ય સંજોગોમાં પણ માસ્ક આપણું રક્ષણ કરે છે અને માસ્ક પહેર્યું હોય તો ઇન્ફેકશન લાગવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે ત્યારે માસ્ક મરજિયાત અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી.

આ ઉપરાંત હાલ ગુજરાતમાં કુલ 1,86,089 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતનો કોરોના વાયરસનો રિકવરી રેટ 98.79 ટકા છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે

આ પણ વાંચો : Rajkot: પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને પડ્યા ભારે, યુવતી પર બળજબરી કરતા જોઇ ભીડે ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

 

Next Article