અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા

|

Jan 06, 2022 | 8:26 PM

અમદાવાદ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા
Ahmedabad Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમા  ગુજરાતના કોરોનાના  4213   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે  1835 કેસ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં નોંધાયા છે. જો કે ગુરુવારે કોરોનાના લીધે શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. તેમજ ઓમીક્રોનનો(Omicron) પણ એક પણ કેસ નોંધાયો નથી.અમદાવાદ શહેરમાં 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ  1835  કેસ નોંધાતા  આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona)  કેસોના પગલે તંત્રની ચિંતા વધી છે. જેના પગલે મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ(Lochan Sehra)  કોરોના અંગે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં વધતાં કોરોનાના કેસના પગલે શહેરમાં ટેસ્ટિંગ(Testing)  અને ટ્રેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે.

મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  મહેસાણામાં એસિડ એટેકનો ભોગ બનેલ યુવતીએ પોણા છ વર્ષે જોઈ દુનિયા, 27 ઓપરેશનો બાદ ફરી આંખ ખૂલી

આ પણ વાંચો :  Ahmedabad : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા

Published On - 8:25 pm, Thu, 6 January 22

Next Article