Ahmedabad માં રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસો, એક્ટિવ કેસ 10 દિવસમાં 22 ગણા વધ્યા

|

Jan 20, 2022 | 2:11 PM

અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસમાં છેલ્લા 10  દિવસમાં 22 ગણો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 10 જાન્યુઆરીએ શહેરના કોરોનાના એક્ટિવ કેસ 14,132 હતા જયારે 19 જાન્યુઆરીએ તે  સતત વધીને  31, 870  થયા છે.

Ahmedabad માં રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસો, એક્ટિવ કેસ 10 દિવસમાં 22 ગણા વધ્યા
Ahmedabad Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ એક્ટિવ કેસ(Active Case)  રોકેટ ગતિએ વધી રહ્યા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસમાં છેલ્લા 10  દિવસમાં 22 ગણો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 10 જાન્યુઆરીએ શહેરના કોરોનાના એક્ટિવ કેસ 14,132 હતા જયારે 19 જાન્યુઆરીએ તે  સતત વધીને  31, 870  થયા છે. જે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો દર્શાવે છે.જો કે આ દરમ્યાન અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણનો શિકાર બન્યો છે. જેમાં પણ શહેરના બોડકદેવ અને જોધપુર વિસ્તાર ત્રીજી લહેરના એપીસેન્ટર બન્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બોડકદેવમાં 700 નવા કોરોના કેસ નોંધાયા છે. તેમજછેલ્લા 3 દિવસથી દરરોજ 500 થી વધુ કેસો નોંધાય છે

ગુજરાત કોવિડ ડેસબોર્ડના આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો વધારો આ મુજબ છે.

Ahmedabad City Corona Active Cases

જ્યારે જોધપુર વોર્ડમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત નવરંગપુરા અને ગોતામાં રોજના 300થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જ્યારે ચાંદખેડા અને પાલડીમાં રોજના 400થી વધુ કેસ નોંધાય છે.જેમાં મંગળવાર સુધીમાં અમદાવાદમાં 26,861 એક્ટિવ કેસ હતા જેમાં સૌથી વધુ 2,698 એક્ટિવ કેસ જોધપુર વિસ્તારમાં છે. જ્યારે બોડકદેવ વિસ્તાર 2,496 સક્રિય કેસ સાથે બીજા ક્રમે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ ઉપરાંત આ વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં કોર્પોરેશનના કોરોના ટેસ્ટિંગ ડોમ પર  લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આગામી દિવસોમાં આ વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો થવાની પણ શક્યતા છે.જ્યારે મધ્ય ઝોનના દરિયાપુર વિસ્તારમાં સૌથી ઓછા 58 એક્ટિવ કેસ છે.બીજી તરફ 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે

અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ વધવાની સાથે જ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ રોડ પર અને જાહેર સ્થળોએ ચેકિંગ વધારી દીધું છે. તેમજ શહેરમાં આઇશોલેશન સેન્ટર શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :Gujarat વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે કાઉન્ટડાઉન શરૂ કર્યું, પ્રદેશ પ્રમુખનું  579 સ્થળો પર વર્ચ્યુઅલ સંબોધન

આ પણ  વાંચો : Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો

Published On - 2:03 pm, Thu, 20 January 22

Next Article