Ahmedabad માં કોરોનાનો રાફડો ફાટ્યો, 12 દિવસમાં એક્ટિવ કેસ નવ ગણા વધ્યા

|

Jan 13, 2022 | 12:58 PM

અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ જે 1 જાન્યુઆરી 2022 ના રોજ 1903 હતા તે 12 જાન્યુઆરી 2022ના રોજ વધીને 17961 એ પહોંચ્યા છે.

Ahmedabad માં કોરોનાનો રાફડો ફાટ્યો, 12 દિવસમાં એક્ટિવ કેસ નવ ગણા વધ્યા
Ahmedabad Corona Actice Cases (File Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) સતત કોરોનાના(Corona)  કેસ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ (Ahmedabad)  શહેર કોરોનાનું એપીસેન્ટર બન્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં ગુજરાત સરકાર કોવિડ ડેશબોર્ડની માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ જે 1 જાન્યુઆરી 2022 ના રોજ 1903 હતા તે 12 જાન્યુઆરી 2022ના રોજ વધીને 17961 એ પહોંચ્યા છે. જે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં 9 ગણો વધારો દર્શાવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. તેમજ અમદાવાદ શહેરમાં સંક્રમણ વધતાં  180  વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝૉનમાં મૂકવામાં આવ્યા છે.

કોર્પોરેશનના હેલ્થ સેન્ટર પર પણ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં 25 ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં એન્ટિજન ટેસ્ટ કરવા માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવી રહ્યા છે. તેમજ કોર્પોરેશનના હેલ્થ સેન્ટર પર પણ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Ahmedabad Corona Active Cases

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગ

જેમાં આંકડાની વાત કરીએ તો દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગની સામે અત્યંત નજીવી સંખ્યામાં રિપોર્ટ સામે આવી રહ્યા છે.. દૈનિક લેવાતા સેમ્પલની સામે ઓછી સંખ્યામાં રિપોર્ટ આવતા હોવાથી મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.અમદાવાદમાં હાલ ફક્ત SVP ખાતે જ RTPCR ટેસ્ટનીવ્યવસ્થા છે. આગામી સમયમાં અર્બન હેલ્થ સેન્ટર, રેલવે સ્ટેશન, ગીતામંદિર અને કાંકરિયા ખાતે વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara : ડભોઇ એસ.ટી સ્ટેન્ડ પર કોવિડ નિયમો ભુલાયા, કોરોનાને ખુલ્લુ આમંત્રણ

આ પણ વાંચો : Ahmedabad : પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, આ રીતે વેચતો હતો ડ્રગ્સ

Next Article