Corona Case: રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં 325 ટકાનો વધારો, એક્ટિવ કેસની સંખ્યા વધીને 1697 થઈ

|

Mar 27, 2023 | 3:59 PM

Corona Case Increase: રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 10 દિવસમાં કોરોનાના 325 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ વધીને 1697 થયા છે.

Corona Case: રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં 325 ટકાનો વધારો, એક્ટિવ કેસની સંખ્યા વધીને 1697 થઈ

Follow us on

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 303 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 1697 એક્ટિવ કેસ છે. 10 દિવસમાં કોરોના કેસમાં 325 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 303 નવા કેસ સામે આવ્યા છે. જ્યાર વલસાડમાં એક વ્યક્તિનું મોત થયુ છે. કુલ પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

માર્ચ મહિનામાં કુલ 2673 કોરોનાના કેસ નોંધાયા

માર્ચ મહિનામાં છેલ્લા 26 દિવસમાં રાજ્યમાં કુલ 2673 કેસ નોંધાયા છે અને 7 વ્યક્તિના મોત થયા છે. દેશમાં કોરોના કેસમાં સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. જેમા ટોચ પર કેરલ છે. કેરલમાં કુલ 2311 એક્ટિવ કેસ છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યા 1956 એક્ટિવ કેસ છે. જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે અને 1697 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 120 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં 44 કેસ નોંધાયા છે. સુરતમાં 33, વડોદરામાં 30, મોરબીમાં 17, ભાવનગરમાં-જામનગર-અમરેલી-મહેસાણા-સાબરકાંઠામાં 6 નવા કેસ નોંધાયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

છેલ્લા ત્રણ દિવસના કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો 24 માર્ચે કોરોનાના 241 કેસ નોંધાયા હતા. જેમા એક્ટિવ કેસ 1291 હતી. ત્યારબાદ 25 માર્ચે કોરોના 402 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસ વધીને 1529 થયા હતા. જ્યારે 26 માર્ચે કોરોનાના 303 નવા કેસ નોંધાયા અને એક્ટિવ કેસ 1697 થયા છે.

રાજ્યમાં હાલ અમદાવાદમાં 828, રાજકોટમાં 193, સુરતમાં 165 કેસ, વડોદરામાં 134, મોરબીમાં 94, મહેસાણામાં 60, ગાંધીનગરમાં 36, જામનગર-ભાવનગરમાં 19, આણંદ 17, ભરૂચમાં 15, વલસાડમાં 13, કચ્છમાં 12, પોરબંદરમાં 10, નવસારી-પાટણમાં 9, અમરેલી-બનાસકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 6, ખેડામાં 5, પંચમહાલમાં 4, અરવલ્લી-ગીર-સોમનાથ-મહીસાગરમાં 3, દાહોદ- દેવભૂમિ 2 કેસ જ્યારે બોટાદ-જુનાગઢમાં એક-એક કેસ છે.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો, બે મહિનામાં 74 દર્દી નોંધાયા, એક દર્દીનું મોત થયુ

10 દિવસમાં એક્ટિવ કેસમાં 325 ટકાનો વધારો

ગુજરાતમાં 17 માર્ચે 521 એક્ટિવ કેસ હતા. આમ 10 દિવસમાં એક્ટિવ કેસમાં 325 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાના કુલ 2062 કેસ નોંધાયા છે. રવિવારે 1 લાખ 3 હજાર 552 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 312 લોકોએ વેક્સિન લીધી નથી.

 સ્વાઈન ફ્લુના કેસમાં પણ થયો વધારો

આ તરફ રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્વાઈન ફ્લુના કેસમાં પણ વધારો નોંધાયો છે. જેમા 545 કેસ સાથે તેલંગાણા સૌથી મોખરે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર 170 કેસ સાથે બીજા સ્થાને અને ગુજરાત 74 કેસ સાથે ત્રીજા સ્થાને છે.

 

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article